રોટરી ક્લબ ઓફ અમરેલી ગીર દ્વારા ૫૫૦૦થી વધુ વિદ્યાર્થીઓની આંખની તપાસ
અમરેલી, 07 જાન્યુઆરી (હિ.સ.) રોટરી ક્લબ ઓફ અમરેલી ગીર દ્વારા રોટરેક્ટ ક્લબ ઓફ અમરેલી ગીરના સહયોગથી અમરેલી શહેરની વિવિધ શાળાઓમાં વિશાળ સ્તરે આંખની તપાસ શિબિરોનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ સેવા અભિયાન અંતર્ગત અમરેલી શહેરની ૧૩થી વધુ શાળાઓમાં અભ
રોટરી ક્લબ ઓફ અમરેલી ગીર દ્વારા ૫૫૦૦થી વધુ વિદ્યાર્થીઓની આંખની તપાસ


અમરેલી, 07 જાન્યુઆરી (હિ.સ.) રોટરી ક્લબ ઓફ અમરેલી ગીર દ્વારા રોટરેક્ટ ક્લબ ઓફ અમરેલી ગીરના સહયોગથી અમરેલી શહેરની વિવિધ શાળાઓમાં વિશાળ સ્તરે આંખની તપાસ શિબિરોનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ સેવા અભિયાન અંતર્ગત અમરેલી શહેરની ૧૩થી વધુ શાળાઓમાં અભ્યાસ કરતા કુલ ૫,૫૦૦થી વધુ વિદ્યાર્થીઓની આંખોની નિઃશુલ્ક તપાસ કરવામાં આવી હતી.

આ શિબિરોમાં નિષ્ણાત આંખના તબીબોની ટીમ દ્વારા વિદ્યાર્થીઓની નજરની ખામી (નંબર), આંખોમાં પાણી આવવું, લાલાશ, થાક, તેમજ અન્ય સામાન્ય અને ગંભીર આંખ સંબંધિત સમસ્યાઓની વિસ્તૃત તપાસ કરવામાં આવી. તપાસ દરમિયાન જે વિદ્યાર્થીઓમાં નજરની ખામી જણાઈ આવી, તેમને આગળની સારવાર તથા ચશ્મા અંગે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું.

રોટરી અને રોટરેક્ટ ક્લબના સભ્યોએ શાળાઓ સાથે સંકલન કરી વ્યવસ્થિત આયોજન કર્યું હતું, જેથી દરેક વિદ્યાર્થીની સરળતાથી તપાસ થઈ શકે. આ અભિયાનનો મુખ્ય હેતુ બાળાવસ્થામાં જ આંખની સમસ્યાઓનું સમયસર નિદાન કરી ભવિષ્યમાં થનારી ગંભીર તકલીફોથી વિદ્યાર્થીઓને બચાવવાનો હતો.

શાળા સંચાલકો, શિક્ષકો તથા વાલીઓએ આ પ્રકારની લોકહિતકારી પ્રવૃત્તિ બદલ રોટરી ક્લબ ઓફ અમરેલી ગીરનો આભાર વ્યક્ત કર્યો હતો. આ અભિયાનથી વિદ્યાર્થીઓમાં આંખોની સંભાળ અંગે જાગૃતિ ફેલાઈ હોવાનું પણ જણાયું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande