સ્મીમેર હોસ્પિટલમાં 'રાષ્ટ્રીય સ્વૈચ્છિક રક્તદાન દિવસ' નિમિત્તે રકતદાન કેમ્પ અને જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો
સુરત, 01 ઓક્ટોબર (હિ.સ.): દર વર્ષે 1લી ઓક્ટોબરને સમગ્ર દેશમાં ''રાષ્ટ્રીય સ્વૈચ્છિક રક્તદાન દિવસ'' તરીકે ઉજવવામાં આવે છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય માનવજીવન બચાવવા માટે રક્તદાનના મહત્વ વિશે જનજાગૃતિ લાવવા અને સ્વેચ્છાએ રક્તદાન કરતા દાતાઓનો આભાર વ્યક્ત
Blood Donation Camp


સુરત, 01 ઓક્ટોબર (હિ.સ.): દર વર્ષે 1લી ઓક્ટોબરને સમગ્ર દેશમાં 'રાષ્ટ્રીય સ્વૈચ્છિક રક્તદાન દિવસ' તરીકે ઉજવવામાં આવે છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય માનવજીવન બચાવવા માટે રક્તદાનના મહત્વ વિશે જનજાગૃતિ લાવવા અને સ્વેચ્છાએ રક્તદાન કરતા દાતાઓનો આભાર વ્યક્ત કરવાનો છે, જેના ભાગરૂપે સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં રક્તદાનનું મહત્વ સમજાવવા અને મહત્તમ લોકોને આ મહાદાનમાં જોડાવવા પ્રેરિત કરવાના હેતુથી જનજાગૃતિ કાર્યક્રમ અને રકતદાન કેમ્પ યોજાયો હતો.

આ નિમિત્તે સ્મીમેર મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓએ રક્તદાન અંગેના સકારાત્મક સંદેશાઓ આપતા ખાસ પોસ્ટ કાર્ડ સાથે રેલી યોજી હતી. વિદ્યાર્થીઓએ નિષ્ઠાપૂર્વક રક્તદાન કરવાની અને અન્ય લોકોને પણ રક્તદાન માટે જાગૃત કરવાની ભાવનાત્મક પ્રતિજ્ઞા લીધી હતી.

આ પ્રસંગે મેડિકલ કોલેજના ડીન ડો. દિપક હોવાલે, મેડિકલ સુપ્રિટેન્ડન્ટ ડો. જીતેન્દ્ર દર્શન, બ્લડ બેન્કના હેડ ડો. અંકિતા શાહ સહિત કોલેજના પ્રોફેસરો, વિદ્યાર્થીઓ, નર્સિંગ, ટેક્નિકલ અને સફાઈકર્મીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande