સિદ્ધપુર તાલુકાના સુજાણપુર-સેદરાણા રોડ પર આવેલી આશ્રમ શાળાના વિદ્યાર્થીઓને ચોપડા વિતરણ.
પાટણ, 01 ઓક્ટોબર (હિ.સ.)સિદ્ધપુર તાલુકાના સુજાણપુર-સેદરાણા રોડ પર આવેલી આશ્રમ શાળામાં ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત ચોપડા વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂત ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓને ચોપડા
સિદ્ધપુર તાલુકાના સુજાણપુર-સેદરાણા રોડ પર આવેલી આશ્રમ શાળાના વિદ્યાર્થીઓને ચોપડા વિતરણ.


પાટણ, 01 ઓક્ટોબર (હિ.સ.)સિદ્ધપુર તાલુકાના સુજાણપુર-સેદરાણા રોડ પર આવેલી આશ્રમ શાળામાં ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત ચોપડા વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂત ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓને ચોપડા વિતરણ કરવામાં આવ્યા હતા. ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતે વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરી તેમને નિયમિત અભ્યાસ કરવા તેમજ જીવનમાં નક્કી કરેલા લક્ષ્યો પ્રાપ્ત કરવા પ્રોત્સાહિત કર્યા હતા.

‘સેવા મારું યોગદાન’ અભિયાન અંતર્ગત યોજાયેલા આ કાર્યક્રમમાં આશ્રમ શાળાના સ્થાપક, સંચાલક, આચાર્ય, એપીએમસી ચેરમેન, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ, સ્થાનિક આગેવાનો અને શિક્ષકો સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ 25 વર્ષ સેવા, સુશાસન અને સમર્પણ નિમિત્તે યોજાયો હતો.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande