પાટણ ડેવલપમેન્ટ પ્લાન-3 અંગે મહત્વની બેઠક, સૂચનો સાથે પ્રસ્તાવ સરકારમાં મોકલાશે
પાટણ, 01 ઓક્ટોબર (હિ.સ.) : પાટણના ત્રીજા ડેવલપમેન્ટ પ્લાન (DP-3) અંગે રાજ્ય સરકારના સુધારા અને પૂર્તતાઓ બાદ એજન્સી દ્વારા પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. આ મુદ્દે પાટણ નગરપાલિકા ખાતે ખાસ બેઠક યોજાઈ હતી. બેઠકમાં ક્રેડાઈ, એન્જિનિયર એસોસિએશનના પદ
પાટણ DP-3 અંગે મહત્વની બેઠક, સૂચનો સાથે પ્રસ્તાવ સરકારમાં મોકલાશે


પાટણ DP-3 અંગે મહત્વની બેઠક, સૂચનો સાથે પ્રસ્તાવ સરકારમાં મોકલાશે


પાટણ, 01 ઓક્ટોબર (હિ.સ.) : પાટણના ત્રીજા ડેવલપમેન્ટ પ્લાન (DP-3) અંગે રાજ્ય સરકારના સુધારા અને પૂર્તતાઓ બાદ એજન્સી દ્વારા પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. આ મુદ્દે પાટણ નગરપાલિકા ખાતે ખાસ બેઠક યોજાઈ હતી. બેઠકમાં ક્રેડાઈ, એન્જિનિયર એસોસિએશનના પદાધિકારીઓ, પ્રબુદ્ધ નાગરિકો તેમજ નગરપાલિકાના પ્રમુખ ચંદ્રીકાબેન રાવળ, ઉપપ્રમુખ ઉત્કર્ષ પટેલ, કારોબારી ચેરમેન નીલમ પટેલ અને સર્વે શાખાના સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.

બેઠક દરમિયાન શહેરના વિકાસ અને DP-3માં જરૂરી સુધારા-વધારા અંગે વિવિધ સૂચનો રજૂ કરાયા હતા. નગરપાલિકા તંત્ર દ્વારા તમામ સૂચનોની નોંધ લઈ તેનો સમાવેશ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી.

ક્રેડાઈ દ્વારા બ્રોડ લેઆઉટના હાઈવે સુધી ન પહોંચતા રસ્તાઓને હાઈવે સાથે જોડવા તથા રેસિડેન્શિયલ ઝોન વચ્ચે રહી જતા નાના ટુકડાઓને પણ રેસિડેન્શિયલ ઝોનમાં સમાવવાની રજૂઆત કરવામાં આવી હતી. STP પ્લાન્ટની આસપાસ ફોરેસ્ટ બેલ્ટ વિકસાવી શકાય તે માટે રિઝર્વ ફોરેસ્ટનું બફર ઝોન રાખવા અંગે પણ સૂચન કરાયું હતું. તમામ સૂચનોને સામેલ કરી DP-3ની આખરી મંજૂરી માટે પ્રસ્તાવ સરકારમાં મોકલવાનો નિર્ણય લેવાયો હતો.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande