
સુરત, 01 ઓક્ટોબર (હિ.સ.): રાજ્યમાં સ્વચ્છતા અંગે જનજાગૃતિ કેળવવાના હેતુથી યોજાઈ રહેલા ‘સ્વચ્છતા હી સેવા-2026’ અભિયાન અંતર્ગત આજે “એક દિવસ, એક કલાક, એક સાથે સ્વચ્છ” કાર્યક્રમ હેઠળ માંડવી તાલુકાના બોરી ગ્રામ પંચાયત ખાતે સામૂહિક સફાઈ અભિયાન અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો.
આ અવસરે માંડવી વિધાનસભાના ધારાસભ્ય કુંવરજીભાઈ હળપતિની પ્રેરક ઉપસ્થિતિમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. બોરી ગ્રામ પંચાયતનાં સરપંચ ભાવનાબેન હસમુખભાઈ હળપતિ સહિત ગ્રામ પંચાયતના સભ્યઓ, સંગઠનના મંત્રી તથા સંગઠનના સભ્યઓએ પણ કાર્યક્રમમાં સહભાગી બની સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો.
આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી રાજેન્દ્ર પરમાર, મામલતદાર, કચેરીના કર્મચારીઓ, તલાટી, તાલુકા પંચાયતના અધિકારી-કર્મચારીઓ, સ્થાનિક અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
કાર્યક્રમ દરમિયાન ગ્રામ પંચાયત વિસ્તારમાં સામૂહિક સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી. સાથે જ પર્યાવરણનું જતન કરવા અને ગામમાં હરિયાળી વધારવાના ઉદ્દેશ્યથી વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે