
જુનાગઢ 1 ઓક્ટોબર (હિ.સ.) ભારતીય ચૂંટણી પંચ દ્રારા જે રાજયમાં ખાસ સઘન સુધારણા કાર્યક્રમ પૂર્ણ થયેલ છે તેવા રાજયોમાં ખાસ ઝુંબેશ યોજવા સુચના આપવામાં આવેલ છે. જે અંતર્ગત મુખ્ય નિવાર્ચન અધિકારીશ્રીની કચેરી, ગાંધીનગરના અન્વયે સતત મતદારયાદી સુધારણા કાર્યક્રમમાં બાકી રહી ગયેલા અને નવા / પ્રથમ વખતના પાત્ર મતદારોના નામ મતદારયાદીમાં નોંધાવવા માટેની વિશેષ ઝુંબેશ (Special Drive) જૂનાગઢ જિલ્લામાં તા.૦૧.૧૦.૨૦૨૬ થી કાર્યરત થયેલ છે.
ભારતીય ચૂંટણીપંચની સુચનાનુસાર મતદારયાદીમાંથી કોઇ લાયક મતદાર રહી ન જાય અને ૧૮-૧૯ વર્ષના યુવા મતદારોની નોંધણી થાય તે હેતુસર જૂનાગઢ જિલ્લાના તમામ મતદાન મથકો પર ખાસ ઝુંબેશના કેમ્પ (Special Camp) સ્વરૂપે તા.૧૧.૧૦.૨૦૨૬, તા.૧૮.૧૦.૨૦૨૬, તા.૨૫.૧૦.૨૦૨૬ તથા તા.૦૧.૧૧.૨૦૨૬ ના રોજ રવિવારે સંબંધિત મતદાન મથકના બુથ લેવલ ઓફીસર(બી.એલ.ઓ.) સવારે ૧૦.૦૦ કલાકથી સાંજે ૫.૦૦ કલાક સુધી હાજર રહી હકક-દાવા અને વાંધા અરજીઓને સ્વીકારશે. જેમાં મતદાર બીએલઓ મારફતે કેમ્પ સ્થળે જરૂરી માર્ગદર્શન મેળવી શકશે તેમજ જરૂરી ફોર્મ તથા પુરાવા સ્થળ પર જ જમા કરાવી શકશે. જેથી ઉકત દર્શાવેલ તારીખોના રોજ આ ખાસ કેમ્પનો લાભ લેવા તમામ નાગરીકોને અનુરોધ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ