રાધનપુર હાઇવે પર કલ્યાણપુરા પાટિયા નજીક ડમ્પરમાંથી રૂ.18.94 લાખનો દારૂ ઝડપાયો.
પાટણ, 01 ઓક્ટોબર (હિ.સ.)પાટણ LCB ટીમે રાધનપુર હાઇવે પર કલ્યાણપુરા પાટિયા નજીક GJ-09-AU-8269 નંબરના ડમ્પરમાં છુપાવેલો રૂ.18.94 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. પોલીસે 12,156 બોટલ-ટીન દારૂ જપ્ત કર્યો હતો. આ કાર્યવાહીમાં ડમ્પર અને બે મોબાઇલ ફોન સહિ
રાધનપુર હાઇવે પર કલ્યાણપુરા પાટિયા નજીક ડમ્પરમાંથી રૂ.18.94 લાખનો દારૂ ઝડપાયો.


રાધનપુર હાઇવે પર કલ્યાણપુરા પાટિયા નજીક ડમ્પરમાંથી રૂ.18.94 લાખનો દારૂ ઝડપાયો.


પાટણ, 01 ઓક્ટોબર (હિ.સ.)પાટણ LCB ટીમે રાધનપુર હાઇવે પર કલ્યાણપુરા પાટિયા નજીક GJ-09-AU-8269 નંબરના ડમ્પરમાં છુપાવેલો રૂ.18.94 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. પોલીસે 12,156 બોટલ-ટીન દારૂ જપ્ત કર્યો હતો.

આ કાર્યવાહીમાં ડમ્પર અને બે મોબાઇલ ફોન સહિત કુલ રૂ.44.04 લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે. પોલીસે ડમ્પર ચાલક શૈલેષભાઇ મોદી (દિયોદર) અને ખલાસી ઓમપુરી ગૌસ્વામી (રાજસ્થાન)ની ધરપકડ કરી છે.

પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ અને I/C પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેની સૂચનાથી LCB ઇન્સ્પેક્ટર જે.જી. સોલંકીના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી.

દારૂ ભરાવનાર પ્રવિણભાઇ ઉર્ફે રાજુભાઇ મોદી (દિયોદર) તથા મંગાવનાર કચ્છના ભીમાસરનો અજાણ્યો શખ્સ હજુ ફરાર છે. રાધનપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande