ગાંધીધામમાં યુવા વોલીબોલ ખેલાડીઓનો જમાવડો: 90 બટાલિયન BSFની મેજબાનીમાં જિલ્લા કક્ષાની સ્પર્ધાનું ભવ્ય સમાપન
કચ્છ, 01 ઓક્ટોબર (હિ.સ.) : ગાંધીધામના રામબાગ સ્થિત 90 બટાલિયન BSFના મુખ્ય મથક ખાતે યોજાયેલી જિલ્લા કક્ષાની જુનિયર વોલીબોલ ટુર્નામેન્ટ-2026નું ઉત્સાહભેર અને રંગારંગ વાતાવરણમાં સમાપન થયું હતું. 28 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર દરમિયાન યોજાયેલી આ સ્પર્ધામાં ક
જિલ્લા કક્ષાની જુનિયર વોલીબોલ ટુર્નામેન્ટ


જિલ્લા કક્ષાની જુનિયર વોલીબોલ ટુર્નામેન્ટ


જિલ્લા કક્ષાની જુનિયર વોલીબોલ ટુર્નામેન્ટ


જિલ્લા કક્ષાની જુનિયર વોલીબોલ ટુર્નામેન્ટ


જિલ્લા કક્ષાની જુનિયર વોલીબોલ ટુર્નામેન્ટ


કચ્છ, 01 ઓક્ટોબર (હિ.સ.) : ગાંધીધામના રામબાગ સ્થિત 90 બટાલિયન BSFના મુખ્ય મથક ખાતે યોજાયેલી જિલ્લા કક્ષાની જુનિયર વોલીબોલ ટુર્નામેન્ટ-2026નું ઉત્સાહભેર અને રંગારંગ વાતાવરણમાં સમાપન થયું હતું. 28 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર દરમિયાન યોજાયેલી આ સ્પર્ધામાં કચ્છના વિવિધ વિસ્તારોની શાળા તથા વોલીબોલ ક્લબની કુલ 16 ટીમોએ ભાગ લીધો હતો. ચાર દિવસ સુધી ચાલેલી સ્પર્ધામાં યુવા ખેલાડીઓએ રમતગમતની પ્રતિભા, શિસ્ત અને ટીમ સ્પિરિટનું પ્રદર્શન કરી ઉપસ્થિત સૌનું ધ્યાન ખેંચ્યું હતું.

1 ઓક્ટોબરના રોજ સવારે 10થી બપોરે 1 વાગ્યા સુધી યોજાયેલા સમાપન સમારોહમાં કચ્છના સાંસદ વિનોદ ચાવડા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે BSF ભુજ સેક્ટરના DIG વાય.એસ. રાઠોડ અને 90 BN BSFના કમાન્ડન્ટ વિજય કુમાર સહિતના અધિકારીઓ અને મહાનુભાવો હાજર રહ્યા હતા. ગાંધીધામના ધારાસભ્ય માલતી કિશોર મહેશ્વરી, ગાંધીધામના મ્યુનિસિપલ કમિશનર બી.ડી. દવેરા સહિત નાગરિક વહીવટીતંત્રના અધિકારીઓ, BSFના અધિકારીઓ, જવાનો, આમંત્રિત મહેમાનો, CISF અને IBના પ્રતિનિધિઓ તેમજ મીડિયા કર્મીઓ પણ સમારોહમાં જોડાયા હતા.

ટુર્નામેન્ટમાં ગાંધીધામ, અંજાર, માંડવી, સણવા, ભચાઉ અને ભુજ વિસ્તારની ટીમોએ ભાગ લીધો હતો. રોમાંચક મુકાબલાઓ બાદ માંડવીની શિશુમંદિર બિડાડા સ્કૂલે શ્રેષ્ઠ પ્રદર્શન કરી વિજેતાનો ખિતાબ પોતાના નામે કર્યો હતો. ભુજની MSV હાઈસ્કૂલ રનર્સ-અપ રહી હતી, જ્યારે આદિપુરની મૈત્રી વોલીબોલ ક્લબે ત્રીજું સ્થાન મેળવ્યું હતું.

સમાપન સમારોહ દરમિયાન વિજેતા અને અન્ય સ્થાન મેળવનારી ટીમોના ખેલાડીઓને ટ્રોફી, મેડલ અને ઇનામોથી સન્માનિત કરવામાં આવ્યા હતા. રમતગમતને પ્રોત્સાહન આપવા માટે વિવિધ સંસ્થાઓ અને આગેવાનો દ્વારા વધારાના રોકડ પુરસ્કારો પણ જાહેર કરાયા હતા. ગાંધીધામ ટિમ્બર એસોસિએશનના પ્રમુખ નવનીત આર. ગજ્જર દ્વારા વિજેતા ટીમને રૂ.31 હજાર, રનર્સ-અપને રૂ.21 હજાર અને તૃતીય ક્રમાંકની ટીમને રૂ.11 હજાર ઉપરાંત મેન ઓફ ધ મેચ માટે રૂ.2,100 અને મેન ઓફ ધ ટુર્નામેન્ટ માટે રૂ.5,100નું પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તેજાભાઈ કાંગડ દ્વારા પણ ત્રણેય ટીમોને રોકડ પુરસ્કાર અપાયા હતા.

સ્પર્ધાએ કચ્છના યુવા ખેલાડીઓને પોતાની પ્રતિભા દર્શાવવા સાથે રમતગમત, શિસ્ત અને સ્વસ્થ સ્પર્ધાની ભાવનાને આગળ વધારવાનું સશક્ત પ્લેટફોર્મ પૂરું પાડ્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande