ઓક્ટોબર મહિનામાં ખેડૂતો પ્રાકૃતિક કૃષિ વડે મેળવી શકે છે શાકભાજીનું મબલખ ઉત્પાદન
જૂનાગઢ, 01 ઓક્ટોબર (હિ.સ.) : આજથી શરૂ થતાં ઓક્ટોબર મહિનામાં પ્રાકૃતિક કૃષિ દ્વારા જૂનાગઢ જિલ્લાના ખેડૂતો શાકભાજીના પાકનું વાવેતર કરવા માટે શું કરવું તથા શું ન કરવું (Do''s and Don''ts) માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. ઓક્ટોબરની શરૂઆત સાથે જ હલક
ઓક્ટોબર મહિનામાં ખેડૂતો પ્રાકૃતિક કૃષિ વડે મેળવી શકે છે શાકભાજીનું મબલખ ઉત્પાદન


જૂનાગઢ, 01 ઓક્ટોબર (હિ.સ.) : આજથી શરૂ થતાં ઓક્ટોબર મહિનામાં પ્રાકૃતિક કૃષિ દ્વારા જૂનાગઢ જિલ્લાના ખેડૂતો શાકભાજીના પાકનું વાવેતર કરવા માટે શું કરવું તથા શું ન કરવું (Do's and Don'ts) માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. ઓક્ટોબરની શરૂઆત સાથે જ હલકી ઠંડીની શરૂઆત થાય છે, જે શાકભાજીના પાક માટે ઉત્તમ માનવામાં આવે છે.

જેમાં પ્રાકૃતિક કૃષિ (દેશી ગાય આધારિત ખેતી) ના માધ્યમથી શાકભાજી ઉગાડવા માટે કેટલીક મહત્વપૂર્ણ બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે. અત્યારે જૂનાગઢ જિલ્લાના ખેડૂતો ઓક્ટોબર મહિનામાં ટામેટા, રીંગણ, મરચી, કોબીજ, ફૂલકોબી, ભીંડા અને ગવાર અને વેલાવાળા શાકભાજી જેવા કે કારેલા, દૂધી, તૂરીયા અને ગલકાનું વાવેતર શરૂ કરી શકે છે.

શું કરવું (Dos):

(૧) જમીનની તૈયારી અને જીવામૃતનો ઉપયોગ: વાવેતર કરતા પહેલા જમીનને સારી રીતે ખેડીને સમતલ કરી લેવી. જમીનની ફળદ્રુપતા વધારવા માટે જીવામૃત અને ઘન જીવામૃતનો નિયમિત ઉપયોગ કરવો.

(૨) દેશી બિયારણનો ઉપયોગ: શાકભાજી માટે ખેતરની સ્થિતિ મુજબ ખાતરીબંધ અને દેશી બિયારણો પસંદ કરવા, જેનાથી છોડમાં રોગ સામે લડવાની શક્તિ વધારે હોય.

(૩) મલ્ચિંગ (Mulching) નો અમલ: જમીનમાં ભેજ જાળવી રાખવા માટે ખેતરમાં પશુઓના ખાતર કે ડ્રાય વેસ્ટથી મલ્ચિંગ કરવું, જેથી પાણીની બચત થાય અને નિંદામણ ઓછું ઉગે.

(૪) નિયમિત દેખરેખ: પાકમાં કોઈપણ પ્રકારના કીટક કે રોગની શરૂઆત થાય ત્યારે નીમાસ્ર, બ્રહ્માસ્ર કે અગ્નિઅસ્રનો ઉપયોગ કરવો.

શું ન કરવું (Don'ts):

(૧) રાસાયણિક ખાતર અને પેસ્ટિસાઈડનો ઉપયોગ ન કરવો: ખેતરમાં યુરિયા, ડી.એ.પી. અથવા કોઈપણ પ્રકારના કેમિકલ પેસ્ટિસાઈડનો વાપર બિલકુલ ન કરવો, કેમ કે તે પ્રાકૃતિક રીતે સારા સૂક્ષ્મ જીવોને ખૂબ જ નુકસાન પહોંચાડે છે.

(૨) વધારા પડતું પાણી (Over-irrigation) ન આપવું: શાકભાજીમાં જરૂરિયાત કરતા વધારે પાણી ન ભરવું, જેથી મૂળનો વિકાસ અટકી ન જાય અને ફૂગ (ફંગસ) ન લાગે.

(૩) એક જ જમીન પર વર્ષોવર્ષ એક જ પાક ન લગાવવો: ક્રોપ રોટેશન (પાક પરિવર્તન) નો નિયમ ભંગ ન કરવો, અન્યથા જમીનની રોગપ્રતિકારક શક્તિ ઘટે છે. એકનો એક પાક લાંબા સમયગાળા માટે લેવાથી જમીનની ફળદ્રુપતા ઘટી જાય છે.

(૪) બિનજરૂરી કેમિકલ જંતુનાશકનો પ્રયોગ: જમીનની અંદર રહેલા સારા બેક્ટેરિયા કેમિકલ સ્પ્રેના આડેધડ ઉપયોગથી મરી જાય છે, તેથી ખેડુતોએ તેનાથી દૂર જ રહેવું જોઈએ.

આમ ઓક્ટોબર નવેમ્બર મહિનામાં પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવવાથી ખેડૂતોને શાકભાજીની ગુણવત્તા ખૂબ જ સારી મળશે અને તેમનો ઉત્પાદન ખર્ચ પણ નહિવત થઈ જશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande