જામનગરમાં વકીલે માતા અને પુત્રી સાથે શારીરિક અડપલા કરતા ચકચાર
જામનગર, 01 ઓક્ટોબર (હિ.સ.) : જામનગર શહેરમાં યુવાનના ચેક રિટર્નનો કેસ લડી રહેલા વકીલે મહિલા અને તેની મહિલા પાસે અઘટિત માગણી કરી તેની બાળકી સાથે અડપલા કરી પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં મહિલાએ ફિનાઇલ પી ને આપઘાતનો પ્રયાસ કર્યાના બનાવમાં આખરે પોલીસ
ફરિયાદ


જામનગર, 01 ઓક્ટોબર (હિ.સ.) : જામનગર શહેરમાં યુવાનના ચેક રિટર્નનો કેસ લડી રહેલા વકીલે મહિલા અને તેની મહિલા પાસે અઘટિત માગણી કરી તેની બાળકી સાથે અડપલા કરી પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં મહિલાએ ફિનાઇલ પી ને આપઘાતનો પ્રયાસ કર્યાના બનાવમાં આખરે પોલીસે વકીલ વિરૂધ્ધ પોકસો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

શરમજનક બનાવની વિગત મુજબ જામનગર શહેરમાં રહેતા યુવાનના ચેક રિટર્નનો કેસ લડી રહેલા મિતુલ દિનેશભાઇ હરવરા નામના વકીલે આ કેસ દરમ્યાન યુવાનના ઘરે જઇ તેની પત્નીનો હાથ પકડી શારીરિક સંબંધની માગણી કરી હતી તેમજ તે સમયે મહિલાની સગીર પુત્રી આવી જતા વકીલે બાળકીનો હાથ પકડી તેની સાથે શારીરિક અડપલા કર્યા હતા અને શારીરિક સંબંધની માગણી પણ કરી હતી. પતિના ચેક રિટર્નનો કેસ લડતા વકીલ દ્વારા અપાતા શારીરિક ત્રાસથી કંટાળીને મહિલાએ ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં આ બનાવ અંગેની જાણ થતાં સીટી એ ડિવિઝન પોલીસ સ્ટાફે મહિલાના નિવેદનના આધારે વકીલ મિતુલ હરવરા વિરૂધ્ધ બીએનએસની કલમ 74, 75(2) અને પોક્સો ની 8 અને 12 કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

મહિલાએ નોંધાવેલી ફરિયાદમાં મહિલાના પતિ વિરૂધ્ધ ચેક રીટર્નની ફરિયાદ થઇ હતી. આ ફરિયાદના સંદર્ભે તેના વકીલ મિતુલ હરવરા મહિલાના પતિની ગેરહાજરીમાં ઘરે આવતા હતા અને તે દરમ્યાન કેસ બાબતે વાતચીત કરવાના બહાને મહિલા સાથે સ્પર્શ અને ચેનચાળા કરતા હતાં તેમજ મહિલા સાથે શારીરિક સંબંધ બાંધવા મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસ દ્વારા વકીલ વિરૂધ્ધ મહિલાની ફરિયાદના આધારે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરતા શહેરમાં અને વકીલબેડામાં ભારે ચર્ચા જાગી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande