રાજકોટ જિલ્લાના ૧૨ આંગણવાડી કેન્દ્રોમાં કાર્યકર અને તેડાગરની ૧૯૧ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ
રાજકોટ, 01 ઓક્ટોબર (હિ.સ.) : રાજકોટ જિલ્લા પંચાયતની આઇ.સી.ડી.એસ. (સંકલિત બાળ વિકાસ યોજના) શાખા દ્વારા આંગણવાડી કેન્દ્રો ખાતે આંગણવાડી કાર્યકર તથા આંગણવાડી તેડાગર તરીકે માનદ સેવા આપવા ઇચ્છુક મહિલાઓ માટે ઓનલાઇન અરજી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ર
આંગણવાડી


રાજકોટ, 01 ઓક્ટોબર (હિ.સ.) :

રાજકોટ જિલ્લા પંચાયતની આઇ.સી.ડી.એસ. (સંકલિત બાળ વિકાસ યોજના) શાખા દ્વારા આંગણવાડી કેન્દ્રો ખાતે આંગણવાડી કાર્યકર તથા આંગણવાડી તેડાગર તરીકે માનદ સેવા આપવા ઇચ્છુક મહિલાઓ માટે ઓનલાઇન અરજી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

રાજકોટ જિલ્લાના ૧૧ તાલુકાના ૧૨ આઇ.સી.ડી.એસ. ઘટકોમાં આંગણવાડી કાર્યકરની ૯૦ તથા આંગણવાડી તેડાગરની ૧૦૧ હાલની / સંભવિત જગ્યાઓ માટે આ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આંગણવાડી કાર્યકર માટે ધોરણ-૧૨ ઉત્તીર્ણ તથા આંગણવાડી તેડાગર માટે ધોરણ-૧૦ ઉત્તીર્ણ હોવું જરૂરી છે.

ઉમેદવારની ઉંમર અરજીની છેલ્લી તારીખે ૧૮ વર્ષ પૂર્ણ અને ૩૩ વર્ષથી વધુ ન હોવી જોઈએ. અગ્રતા ધોરણે આંગણવાડી કાર્યકર તરીકે અરજી કરનાર તેડાગરની ઉંમર ૪૩ વર્ષથી વધુ ન હોવી જોઈએ. અરજી કરનાર મહિલા જે-તે આંગણવાડી કેન્દ્રના મહેસુલી ગામના વિસ્તારની સ્થાનિક રહેવાસી હોવી જરૂરી છે. સ્થાનિક રહેઠાણ અંગે મામલતદાર દ્વારા ઇશ્યુ કરવામાં આવેલ જન સેવા કેન્દ્રના નિયત નમૂનાનું પ્રમાણપત્ર માન્ય રહેશે.

ઇચ્છુક ઉમેદવારોએ તા. ૧૪ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ રાત્રે ૧૨ કલાક સુધી https://e-hrms.gujarat.gov.in પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. ઉલ્લેખનીય છે કે, અરજી કરતાં પહેલાં વેબસાઇટ પરની સૂચનાઓ અને માર્ગદર્શિકા ધ્યાનપૂર્વક વાંચવાની રહેશે. પસંદગી માટે શૈક્ષણિક લાયકાત તથા પ્રાપ્ત ગુણના ભારાંકના આધારે ઓનલાઇન મેરીટ યાદી તૈયાર કરવામાં આવશે. વધુ માહિતી માટે સંબંધિત તાલુકાના બાળ વિકાસ યોજના અધિકારી, તાલુકા પંચાયત કચેરીનો સંપર્ક કરી શકાશે, તેમ આઇ.સી.ડી.એસ. શાખાની યાદીમાં જણાવાયું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande