સીજેપીના ત્રણેય નેતાઓને મેજિસ્ટ્રેટે મુક્ત કરવાનો આદેશ આપ્યો
નવી દિલ્હી, 11 ઓક્ટોબર (હિ.સ.). મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગને લઈને 10 ઓક્ટોબરે પ્રદર્શન માટે દિલ્હી આવી રહેલા કોકરોચ જનતા પાર્ટી (સીજેપી)ના ત્રણ નેતા અભિજીત દીપકે, સૌરભ દાસ અને આશુતોષ રાંકા સહિત તેના કાનૂની વડા રત્ના સિંહને
સાંકેતિક


નવી દિલ્હી, 11 ઓક્ટોબર (હિ.સ.). મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગને લઈને 10 ઓક્ટોબરે પ્રદર્શન માટે દિલ્હી આવી રહેલા કોકરોચ જનતા પાર્ટી (સીજેપી)ના ત્રણ નેતા અભિજીત દીપકે, સૌરભ દાસ અને આશુતોષ રાંકા સહિત તેના કાનૂની વડા રત્ના સિંહને મુક્ત કરવામાં આવ્યા છે. દક્ષિણ પશ્ચિમ દિલ્હીના ખાસ કાર્યકારી મેજિસ્ટ્રેટે મુક્ત કરવાનો આદેશ આપ્યો.

ખાસ કાર્યકારી મેજિસ્ટ્રેટે તેમને એક વર્ષ સુધી શાંતિ ભંગ ન કરવાની શરતે મુક્ત કરવાનો આદેશ આપ્યો. સીજેપીના ત્રણ નેતાઓ દીપકે, સૌરભ દાસ અને આશુતોષ રાંકાને 10 ઓક્ટોબરે ફ્લાઇટમાંથી જ ધરપકડ કરવામાં આવી હતી. દિલ્હી પોલીસે તેમની વિરુદ્ધ ભારતીય ન્યાય સુરક્ષા સંહિતાની કલમ 126 અને 170 હેઠળ ધરપકડ કરી હતી. રત્ના સિંહની પણ 10 ઓક્ટોબરે પ્રદર્શન માટે નીકળતી વખતે તેમના ઘર પાસેથી ધરપકડ કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, મત ચોરીના મામલે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગને લઈને કોકરોચ જનતા પાર્ટી સહિત અનેક વિદ્યાર્થી યુવા સંગઠનો અને રાજકીય પક્ષોએ જંતર-મંતર પર 10 ઓક્ટોબરે પ્રદર્શનની જાહેરાત કરી હતી. આ જ પ્રદર્શનમાં ભાગ લેવા માટે સીજેપીના નેતાઓ દિલ્હી પહોંચ્યા હતા. પરંતુ પોલીસે શાંતિ ભંગ થવાની આશંકાને ધ્યાનમાં રાખીને તેમને સાવચેતીના ભાગરૂપે ધરપકડ કરી હતી.

હિન્દુસ્થાન સમાચાર /સંજય / અમરેશ દ્વિવેદી / મુકુન્દ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande