ભારત એટલે માત્ર નકશો નહીં, ‘ભારત પુરુષ’ છે : મોરારિબાપુ
ભાવનગર, 11 ઓક્ટોબર (હિ.સ.) : કન્યાકુમારી સ્થિત સ્વામી વિવેકાનંદ કેન્દ્ર ખાતે મોરારિબાપુના વ્યાસાસને સનાતન સંદેશ સાથે ‘ભારત સ્વસ્તિક યાત્રા’ રામકથાનો પ્રારંભ થયો છે. ધર્માચાર્યોના હસ્તે દીપ પ્રાગટ્ય સાથે શરૂ થયેલી આ યાત્રામાં દેશ-વિદેશના ભાવિક ભક્ત
મોરારી બાપુ ફાઈલ ફોટો


ભાવનગર, 11 ઓક્ટોબર (હિ.સ.) : કન્યાકુમારી સ્થિત સ્વામી વિવેકાનંદ કેન્દ્ર ખાતે મોરારિબાપુના વ્યાસાસને સનાતન સંદેશ સાથે ‘ભારત સ્વસ્તિક યાત્રા’ રામકથાનો પ્રારંભ થયો છે. ધર્માચાર્યોના હસ્તે દીપ પ્રાગટ્ય સાથે શરૂ થયેલી આ યાત્રામાં દેશ-વિદેશના ભાવિક ભક્તો જોડાયા છે.

રામકથાના પ્રારંભે મોરારિબાપુએ કહ્યું કે, ભારત એટલે માત્ર નકશો નહીં, પરંતુ ‘ભારત પુરુષ’ છે. આ સંકલ્પના દ્વારા સૌને એકબીજા સાથે જોડવાનો ભાવ વ્યક્ત કર્યો હતો. નવરાત્રિના પ્રારંભે મા કન્યાકુમારીની વંદના સાથે શ્રી રામકૃષ્ણ પરમહંસ અને સ્વામી વિવેકાનંદનું સ્મરણ કરી વંદન કરવામાં આવ્યું હતું.

‘મંગલ ભવન અમંગલ હારી’ના ગાન સાથે કથાનો પ્રારંભ કરતાં બાપુએ ભગવાનનું નામ, રૂપ, કથા અને સ્થાન મંગળકારી હોવાનું જણાવ્યું હતું. ચાર પીઠની યાત્રાને સ્વસ્તિક યાત્રાની ભૂમિકા ગણાવી હતી. આ ઉપક્રમ કોઈ વિક્રમ સર્જવા માટે નહીં, પરંતુ સૌને નિમિત્ત બનવાની તક આપવા માટે હોવાનું જણાવી માનસિક સાવધાની રાખવા પણ ભાર મૂક્યો હતો.

કન્યાકુમારીથી કેદારનાથ સુધીના પ્રથમ તબક્કા બાદ બીજા તબક્કામાં દ્વારકાથી જગન્નાથપુરી સુધી કથાયાત્રાનું આયોજન છે. ‘કૈલાસ’ અને ‘ચિત્રકૂટ’ નામની બે રેલગાડીઓ દ્વારા શ્રોતાઓ આ યાત્રામાં જોડાયા છે. પ્રથમ દિવસની કથા બાદ બીજા દિવસે યાત્રા આદિ શંકરાચાર્યના જન્મસ્થાન કાલડી તીર્થ તરફ રવાના થઈ હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande