સૂત્રાપાડામાં અદ્યતન એસ.ટી. બસ સ્ટેન્ડના નિર્માણ માટે વાહન વ્યવહાર મંત્રીને રજૂઆત
ગીર સોમનાથ, 11 ઓક્ટોબર (હિ.સ.) : ભાજપ પ્રદેશ કારોબારી સભ્ય દિલીપ બારડે મુસાફરોની સુવિધા અર્થે નવું બસ સ્ટેન્ડ મંજૂર કરવા વાહન વ્યવહાર મંત્રીને પત્ર લખ્યો છે. આ વિસ્તારમાં ઔદ્યોગિક અને ધાર્મિક મહત્વ ધરાવતા વિસ્તારમાં જૂનું બસ સ્ટેશન અપૂરતું સાબિત થત
સૂત્રાપાડામાં અદ્યતન એસ.ટી. બસ સ્ટેન્ડના નિર્માણ માટે વાહન વ્યવહાર મંત્રીને રજૂઆત


ગીર સોમનાથ, 11 ઓક્ટોબર (હિ.સ.) : ભાજપ પ્રદેશ કારોબારી સભ્ય દિલીપ બારડે મુસાફરોની સુવિધા અર્થે નવું બસ સ્ટેન્ડ મંજૂર કરવા વાહન વ્યવહાર મંત્રીને પત્ર લખ્યો છે. આ વિસ્તારમાં ઔદ્યોગિક અને ધાર્મિક મહત્વ ધરાવતા વિસ્તારમાં જૂનું બસ સ્ટેશન અપૂરતું સાબિત થતાં ગ્રાન્ટ ફાળવવા માંગ કરાઈ છે.

હજારો વિદ્યાર્થીઓ, વેપારીઓ અને નાગરિકો માટે બેઠક વ્યવસ્થા, શુદ્ધ પાણી અને શૌચાલય જેવી પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળે છે. કોઈ લાંબા રૂટ ની બસ ની વ્યવસ્થા સુત્રાપાડાથી નથી અને મહિલાઓ, વૃદ્ધો અને દિવ્યાંગ મુસાફરોને પડતી હાલાકી ધ્યાને લઈ તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ પરિસર બનાવવા રજૂઆત કરવામાં આવી છે. પ્રજાની સુખાકારી અને પરિવડનની વધુ સારી કનેક્ટિવિટી માટે વહેલી તકે જરૂરી મંજૂરી આપી કાર્યવાહી કરવા અપીલ કરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande