વેરાવળ સાગરપુત્ર ફાઉન્ડેશન તેમજ સમસ્ત ખારવા સમાજ આયોજીત રંગીલા રાસોત્સવનું ભવ્ય આયોજન
ગીર સોમનાથ, 11 ઓક્ટોબર (હિ.સ.) : વેરાવળ શહેરમાં નવલાં નોરતામાં યુવા ખેલૈયાઓ અવનવા સ્ટેપ સાથે રમતા લોકોને મંત્રમુગ્ધ કરી શકે તેવું આયોજન સતત ૧૬ માં વર્ષે પણ કરવામાં આવેલ હોય. આ અંગે કે.સી.સી.ગ્રાઉન્ડ ખાતે વેરાવળ સમસ્ત ખારવા સમાજ સાગરપુત્ર ફાઉન્ડેશનન
વેરાવળ સાગરપુત્ર ફાઉન્ડેશન


ગીર સોમનાથ, 11 ઓક્ટોબર (હિ.સ.) : વેરાવળ શહેરમાં નવલાં નોરતામાં યુવા ખેલૈયાઓ અવનવા સ્ટેપ સાથે રમતા લોકોને મંત્રમુગ્ધ કરી શકે તેવું આયોજન સતત ૧૬ માં વર્ષે પણ કરવામાં આવેલ હોય. આ અંગે કે.સી.સી.ગ્રાઉન્ડ ખાતે વેરાવળ સમસ્ત ખારવા સમાજ સાગરપુત્ર ફાઉન્ડેશનના પટેલ દામજીભાઈ ફોફંડી, નગર પાલિકા પ્રમુખ નરેશભાઈ ગોહેલ, પૂર્વ નગર પાલિકા પ્રમુખ કિરીટભાઇ ફોફંડી, બોટ એસો.ના પ્રમુખ તુલસીભાઈ ગોહેલ સહિત તેમની ટીમ દ્વાર એક પત્રકાર પરિષદ યોજી વિગતો આપતા જણાવેલ કે જેમાં સર્વ સમાજના ખેલૈયાઓને વિનામુલ્યે રમાડવા માટે કેસીસી ગ્રાઉન્ડ ખાતે સાગરપુત્ર ફાઉન્ડેશન, સમસ્ત ખારવા સમાજ આયોજીત રંગીલા રાસોત્સવમાં અદભુત ડેકોરેશનના આયોજન કરવામાં આવે છે. ગરબામાં હજારો ખેલૈયાઓ એક સાથે ગરબે ઘૂમતા અદભુત નજારો જોવા મળનાર છે.

વેરાવળ સમસ્ત ખારવા સમાજ સાગરપુત્ર ફાઉન્ડેશનના પટેલ દામજીભાઈ ફોફંડી,

અધ્યક્ષ લખમભાઈ ભેંસલા, નગર પાલિકા પ્રમુખ નરેશભાઈ ગોહેલ, પૂર્વ નગર પાલિકા પ્રમુખ જગદીશભાઈ ફોફંડી, કિરીટભાઇ ફોફંડી, બોટ એસો.ના પ્રમુખ તુલસીભાઈ ગોહેલ સહિત સાગર પુત્ર ફાઉન્ડેશન ખારવા સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ રંગીલા રાસોત્સવનું આયોજન

તા.૧૧ ઓક્ટોબર થી તા.૨૦ ઓક્ટોબર સુધી

કરવામાં આવેલ છે. આ રંગીલા રાસોત્સવમાં વેરાવળ તેમજ જિલ્લા અને જિલ્લા બહારગામથી પણ દરેક સમાજના ખેલૈયાઓ માતાજીના ગરબે રમવા ઉમટી પડે છે અને આ નજારો નિહાળવા લોકો પણ વિશાળ સંખ્યામાં જોવા મળી રહેલ છે. તમામ સમાજને ખેલૈયાઓને વિના મુલ્યે પ્રવેશ આપી આ રાસોત્સવ માં પ્રોત્સાહિત કરવા ઈનામો પણ આપી રહેલ છે. વેરાવળ નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે. ખેલૈયાઓ ગરબા ખેલવાનો રંગ જમાવવા તૈયારી ઓ પૂરી કરી હોય તેમ વેરાવળ શહેરમાં કેસીસી ગ્રાઉન્ડમાં ખેલૈયાઓના અવનવા સ્ટેપથી લોકોને મંત્રમુગ્ધ કરનાર છે. નવલાં નોરતામાં ગ્રુપ રાસ સહિતની ગુરુ ગરબા શિરોમણિ સહિત જુદી-જુદી હરીફાઈ યોજાતી હોય તેના અવનવા ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને ગરબે રમતા ખેલૈયાઓ ગરબાની રમઝટ બોલનાર હોવાનું પ્રેસ કોન્ફરન્સ જણાવેલ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande