સુરતની મિલમાં ખુલ્લી ગટર બની જીવલેણ: 9 મહિનાની બાળકીનું મોત, પરિવારમાં શોકનો માહોલ
સુરત, 11 ઓક્ટોબર (હિ.સ.): સુરતના પાંડેસરા GIDC વિસ્તારમાં આવેલી રાધિકા પ્રિન્ટિંગ મિલમાં, ખુલ્લી ગટરમાં પડી જવાથી 8થી 9 મહિનાની બાળકીનું કરુણ મોત થયું છે. ગૌરી ઉર્ફે અમૃતા નામની બાળકી મિલ પરિસરમાં પરિવાર સાથે રહેતી હતી. આ દુઃખદ ઘટનાને પગલે પરિવાર પ
9-Month-Old Girl Dies


સુરત, 11 ઓક્ટોબર (હિ.સ.): સુરતના પાંડેસરા GIDC વિસ્તારમાં આવેલી રાધિકા પ્રિન્ટિંગ મિલમાં, ખુલ્લી ગટરમાં પડી જવાથી 8થી 9 મહિનાની બાળકીનું કરુણ મોત થયું છે. ગૌરી ઉર્ફે અમૃતા નામની બાળકી મિલ પરિસરમાં પરિવાર સાથે રહેતી હતી. આ દુઃખદ ઘટનાને પગલે પરિવાર પર આભ તૂટી પડ્યું છે અને બાળકીની માતા સહિત પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા છે.

મૂળ ઉત્તર પ્રદેશના ચિત્રકૂટના વતની અને મિલના બોઈલર વિભાગમાં મજૂરી કરતા બુદ્ધવિલાસે જણાવ્યું કે, 11 ઓક્ટોબરની સવારે બાળકી અન્ય બાળકો સાથે જાગી હતી. ત્યારબાદ તેઓ કામમાં વ્યસ્ત થઈ ગયા હતા. થોડા સમય પછી બાળકી નજરે ન પડતાં પરિવારજનોએ તેની શોધખોળ શરૂ કરી હતી. આશરે 10થી 15 મિનિટની શોધખોળ બાદ બાળકી નજીકની ગટરમાંથી મળી આવી હતી. ગટરનો મોટાભાગનો ભાગ ઢંકાયેલો હતો, પરંતુ વચ્ચેનો ભાગ ખુલ્લો હોવાથી બાળકી તેમાં પડી ગઈ હોવાની આશંકા છે.

ઘટના બાદ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને બાળકીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ પણ કરવામાં આવ્યું છે. પાંડેસરા પોલીસ સ્ટેશનમાં અકસ્માતે મોતનો કેસ નોંધવામાં આવ્યો છે. પરિવારજનો દ્વારા મિલ પરિસરમાં ખુલ્લી ગટર હોવા અંગે બેદરકારીનો મુદ્દો ઉઠાવવામાં આવી રહ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ મામલે તપાસ ચાલુ છે અને સામે આવનારા તમામ આક્ષેપોની નિષ્પક્ષ તપાસ કરવામાં આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande