
ઉજ્જૈન, નવી દિલ્હી, 11 ઓક્ટોબર (હિ.સ.). મધ્ય પ્રદેશના ઇન્દોરના હોલકર સ્ટેડિયમમાં ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે રવિવારે યોજાનાર ટી-20 મુકાબલા પહેલા, ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીર રવિવારે સવારે ઉજ્જૈન પહોંચ્યા. તેમણે બેટિંગ કોચ સિતાંશુ કોટક અને સ્થાનિક સાંસદ અનિલ ફિરોજિયા સાથે, વિશ્વ પ્રસિદ્ધ જ્યોતિર્લિંગ ભગવાન મહાકાલેશ્વરના દર્શન કર્યા. ગંભીરે બાબા મહાકાલ પાસેથી સમગ્ર દેશની સુખ-સમૃદ્ધિ અને ભારતીય ક્રિકેટ ટીમની જીત માટે આશીર્વાદ માંગ્યા.
ગૌતમ ગંભીર અને સિતાંશુ કોટક, સવારે લગભગ 10 વાગ્યે શ્રી મહાકાલેશ્વર મંદિર પહોંચ્યા. અહીં બંનેએ મંદિરના ચાંદીના દ્વારથી બાબા મહાકાલના દર્શન કર્યા. આ પછી બંને નંદી હોલ પહોંચ્યા, જ્યાં બેસીને ધ્યાન ધર્યું અને બાબા મહાકાલ પ્રત્યે પોતાની શ્રદ્ધા વ્યક્ત કરી. મંદિર સમિતિ અને સાંસદ તરફથી બંને મહેમાનોનું આત્મીય સ્વાગત પણ કરવામાં આવ્યું.
મહાકાલ દર્શન પછી, ગૌતમ ગંભીરે મીડિયા સાથે વાતચીત કરતા પોતાની ખુશી વ્યક્ત કરતા કહ્યું, “જય શ્રી મહાકાલ. બાબાએ ફરી મને આશીર્વાદ આપ્યા છે. ફરીથી દર્શન માટે બોલાવ્યો, તો હું ખૂબ-ખૂબ ભાગ્યશાળી છું.” તેમણે પ્રાર્થના કરી કે બાબા મહાકાલના આશીર્વાદ બધા પર બની રહે અને દેશ સતત પ્રગતિ કરતો રહે. સાથે જ ભારતીય ટીમ પણ આ જ રીતે આગળ વધતી રહે.
હિન્દુસ્થાન સમાચાર / નેહા પાંડે / અમરેશ દ્વિવેદી
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ