
પોરબંદર, 12 ઓક્ટોબર (હિ.સ.) : પોરબંદર જિલ્લાના રાણાવાવના વાડી પ્લોટ વિકાસ કોલોનીમાં રહેતા મનસુખ નરશીભાઈ ભલસોડ (55) પર ચાર શખ્સોએ હુમલો કર્યાની ફરિયાદ નોંધાઈ છે. મકાન પર પથ્થર ફેંકવાની વાતને લઈને થયેલી માથાકૂટમાં આધેડને ઇજા પહોંચાડવામાં આવી હોવાનો આક્ષેપ છે.
ફરિયાદ મુજબ, રાણાવાવમાં રહેણાક મકાનની આગળ જાહેર રસ્તા પર રોહિત ગોવિંદભાઈ જોગીયા, યોગેશ ગોવિંદભાઈ જોગીયા, પ્રદીપ ગોવિંદભાઈ જોગીયા અને આશિષ ગોવિંદભાઈ જોગીયા સાથે બોલાચાલી થઈ હતી. આ દરમિયાન આરોપી રોહિત જોગીયાએ મનસુખભાઈના જમણા પગમાં લોખંડના પાઇપથી ઘા મારી લોહીલુહાણ ઇજા પહોંચાડી હોવાનો આક્ષેપ કરાયો છે. આ ઉપરાંત ચારેય શખ્સોએ ભુંડી ગાળોઆપી ઢીકાપાટુનો માર માર્યો હતો અને મોઢા પર લાફા મારી જાનથીમારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદમાં જણાવાયું છે. આરોપીઓએ એકબીજાની મદદગારીથી ગુનો કર્યો હોવાનો પણ ઉલ્લેખ છે.
આ મામલે પોલીસ દ્વારા ફરિયાદના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya