સુરતમાં નવરાત્રિમાં અનોખા ગેટઅપનું આકર્ષણ: 25 કિલોના પોશાકથી લઈને 9.5 કિલોની પાઘડી સુધી, ખેલૈયાઓએ જીતી લીધાં દિલ
સુરત, 12 ઓક્ટોબર (હિ.સ.) : સુરતમાં નવરાત્રિના પ્રારંભ સાથે જ ગરબાના મેદાનોમાં ભક્તિ અને ઉત્સાહનો માહોલ જામ્યો છે. પ્રથમ નોરતે ખેલૈયાઓ પરંપરાગત વસ્ત્રો સાથે અનોખા અને આકર્ષક ગેટઅપમાં જોવા મળ્યા હતા. કોઈએ મોરપીંછથી સજ્જ મુગટ પહેર્યો, તો કોઈએ માતાજીના
Unique Attire Steals the Show


સુરત, 12 ઓક્ટોબર (હિ.સ.) : સુરતમાં નવરાત્રિના પ્રારંભ સાથે જ ગરબાના મેદાનોમાં ભક્તિ અને ઉત્સાહનો માહોલ જામ્યો છે. પ્રથમ નોરતે ખેલૈયાઓ પરંપરાગત વસ્ત્રો સાથે અનોખા અને આકર્ષક ગેટઅપમાં જોવા મળ્યા હતા. કોઈએ મોરપીંછથી સજ્જ મુગટ પહેર્યો, તો કોઈએ માતાજીના વિવિધ સ્વરૂપો ધારણ કરીને સૌનું ધ્યાન ખેંચ્યું હતું. ભારે વજન ધરાવતા પોશાક અને વિશેષ શણગાર સાથે ગરબા રમતા ખેલૈયાઓની તૈયારી અને મહેનત પણ ચર્ચાનો વિષય બની હતી.

આકર્ષણનું કેન્દ્ર બનેલી જાનવી પરતિયાએ તમિલનાડુનાં પ્રસિદ્ધ મીનાક્ષી દેવીથી પ્રેરિત ગેટઅપ ધારણ કર્યો હતો. તેમના પોશાકનું વજન સામાન્ય રીતે આશરે 20 કિલો છે, જે પરસેવાથી વધીને લગભગ 25 કિલો સુધી થઈ જાય છે. બીજી તરફ, જીગર કાછીએ 19.5 કિલોના વિશેષ ગેટઅપમાં ગરબા રમીને સૌનું ધ્યાન ખેંચ્યું હતું. તેમની 9.5 કિલોની પાઘડી અને ખજૂરભાઈના સેવાકાર્યોથી પ્રેરિત રજૂઆત ખાસ ચર્ચામાં રહી હતી. હીરલ ચૌધરીએ જાતે તૈયાર કરેલા મોરપીંછના મુગટ સાથે ગરબા રમ્યા હતા, જ્યારે અમી પટેલે 8થી 9 કિલાની માતાજીની માંડવી જેવો શણગાર ધારણ કર્યો હતો.

નવરાત્રિમાં ખેલૈયાઓએ માત્ર વેશભૂષા જ નહીં, પરંતુ સામાજિક જાગૃતિના સંદેશને પણ મહત્વ આપ્યું હતું. સ્વાસ્તિક ગરબા ગ્રુપના આશરે 80 સભ્યોએ ‘ગરબા રમીએ ગૌરવથી, ભારતને રાખીએ સ્વચ્છતાથી’ના સૂત્ર સાથે સ્વચ્છ ભારતની થીમ રજૂ કરી હતી. વીર મેવાવાલાએ પણ 8થી 10 કિલાના પોશાક સાથે ગરબા રમવા માટે મહિનાઓ સુધી પ્રેક્ટિસ કરી હતી. ભારે વસ્ત્રો અને વિશેષ ગેટઅપ હોવા છતાં ખેલૈયાઓનો ઉત્સાહ જરાય ઓછો જોવા મળ્યો નહોતો. આ અનોખી રજૂઆતોના કારણે નવરાત્રિનું પ્રથમ નોરતું ભક્તિ, સર્જનાત્મકતા અને સામાજિક સંદેશનું અનોખું સંગમ બન્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande