પોરબંદર મહાનગરપાલિકાના સફાઈ કર્મચારીઓનું લીઓ રમઝટ ક્લબના નવરાત્રી મહોત્સવમાં સન્માન કરાયું
પોરબંદર, 16 ઓક્ટોબર (હિ.સ.) : પોરબંદર મહાનગરપાલિકાની સેનિટેશન શાખા દ્વારા શહેરને સ્વચ્છ અને સુંદર રાખવા માટે કરવામાં આવતી કામગીરીની સરાહના રૂપે લીઓ રમઝટ ક્લબના નવરાત્રી મહોત્સવ દરમિયાન મહાનગરપાલિકાના 20 સફાઈ કર્મચારીઓનું સન્માન કર
પોરબંદર  મહાનગરપાલિકાના સફાઈ  કર્મચારીઓનું  લીઓ  રમઝટ  ક્લબના  નવરાત્રી  મહોત્સવમાં  સન્માન  કરાયું.


પોરબંદર  મહાનગરપાલિકાના સફાઈ  કર્મચારીઓનું  લીઓ  રમઝટ  ક્લબના  નવરાત્રી  મહોત્સવમાં  સન્માન  કરાયું.


પોરબંદર  મહાનગરપાલિકાના સફાઈ  કર્મચારીઓનું  લીઓ  રમઝટ  ક્લબના  નવરાત્રી  મહોત્સવમાં  સન્માન  કરાયું.


પોરબંદર  મહાનગરપાલિકાના સફાઈ  કર્મચારીઓનું  લીઓ  રમઝટ  ક્લબના  નવરાત્રી  મહોત્સવમાં  સન્માન  કરાયું.


પોરબંદર  મહાનગરપાલિકાના સફાઈ  કર્મચારીઓનું  લીઓ  રમઝટ  ક્લબના  નવરાત્રી  મહોત્સવમાં  સન્માન  કરાયું.


પોરબંદર, 16 ઓક્ટોબર (હિ.સ.) : પોરબંદર મહાનગરપાલિકાની સેનિટેશન શાખા દ્વારા

શહેરને સ્વચ્છ અને સુંદર રાખવા માટે કરવામાં આવતી કામગીરીની સરાહના રૂપે લીઓ રમઝટ

ક્લબના નવરાત્રી મહોત્સવ દરમિયાન મહાનગરપાલિકાના 20 સફાઈ કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું

હતું. ‘સ્વચ્છતા હી સેવા–2026’ અભિયાન અંતર્ગત સ્વચ્છતાના કાર્યમાં યોગદાન આપતા સફાઈ કર્મચારીઓનું

સન્માન કરીને તેમના સેવાભાવી કાર્યને બિરદાવવામાં આવ્યું હતું.

આ પ્રસંગે પોરબંદર

મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર ટી.સી. તીરથાણી, નાયબ મ્યુનિસિપલ કમિશનર કિશન ગરસર, સેનિટેશન કમિટીના ચેરમેન વનરાજ કેશવાલા તથા સેનિટેશન શાખાના અધિકારી

જગદીશભાઈ ઢાંકી ઉપસ્થિત રહ્યા હતા અને તેમના હસ્તે સફાઈ કર્મચારીઓને સન્માનિત

કરવામાં આવ્યા હતા. લીઓ રમઝટ ક્લબ દ્વારા છેલ્લા ત્રણ દાયકાથી વધુ સમયથી નવરાત્રી

મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ મહોત્સવમાં અંદાજે 3,000 થી વધુ ખેલૈયાઓ ઉત્સાહભેર રાસ-ગરબાની

રમઝટ બોલાવી રહ્યા છે. પ્રોજેક્ટ ચેરમેન ભરતભાઈ લાખાણી અને ચિરાગ કારિયાના

માર્ગદર્શન હેઠળ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સાંસ્કૃતિક

કાર્યક્રમોની સાથે સામાજિક જવાબદારી અને સ્વચ્છતાના સંદેશને પણ વિશેષ પ્રાધાન્ય

આપવામાં આવ્યું હતું. નવરાત્રી મહોત્સવ દરમિયાન માતાજીની આરાધનાની સાથે સ્વચ્છતા, સ્વસ્થતા અને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ

લોકો સુધી પહોંચાડવાના હેતુથી પ્રોજેક્ટ ચેરમેન ભરતભાઈ લાખાણી દ્વારા સ્વચ્છતાના

સંકલ્પ પત્રનું વાંચન કરવામાં આવ્યું હતું. આ સંકલ્પમાં ગરબા સ્થળ અને તેની આસપાસ

સ્વચ્છતા જાળવવી, જાહેર સ્થળોએ કચરો ન ફેંકવો, કચરાપેટીનો ઉપયોગ કરવો, ભીના અને સૂકા કચરાને અલગ રાખવો, એકલ-ઉપયોગી પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવો, ખાદ્યપદાર્થોનો બગાડ અટકાવવો તથા

પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા જેવી બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત

જાહેર સ્થળોએ ગંદકી ન કરવી,

સફાઈ કર્મચારીઓના કાર્યનું સન્માન

કરવું, સ્વચ્છતા જાળવવામાં તેમને સહયોગ આપવો

તથા પરિવારજનો, મિત્રો અને અન્ય નાગરિકોને પણ સ્વચ્છતા

પ્રત્યે જાગૃત કરવા અપીલ કરવામાં આવી હતી. નવરાત્રી જેવા મોટા જાહેર ઉત્સવો

દરમિયાન સ્વચ્છતા જાળવવામાં નાગરિકોની સહભાગિતા અત્યંત મહત્ત્વપૂર્ણ છે.

સફાઈ

કર્મચારીઓની કામગીરીને બિરદાવવાની સાથે નાગરિકોમાં સ્વચ્છતા પ્રત્યે જવાબદારીની

ભાવના વિકસે અને પોરબંદર શહેર સ્વચ્છ, સુંદર તથા પર્યાવરણમિત્ર બને તેવા હેતુથી આ પહેલ કરવામાં આવી હતી.

“સ્વચ્છતા એ જ સેવા, સ્વચ્છતા એ જ સંસ્કાર”ના સંદેશ સાથે

સ્વચ્છ પોરબંદર, સુંદર પોરબંદર બનાવવાના સંકલ્પને વધુ

મજબૂત બનાવવામાં આવ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande