
અમરેલી, 25 ઓક્ટોબર (હિ.સ.) : અમરેલી જિલ્લામાં આવેલા સરિસિયા ગામે સમાધિસ્થ ગુણુબાપુ ગોંડલિયાના ભંડારા નિમિત્તે ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે માનવ મંદિરના પૂજ્ય ભક્તિબાપુ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ઉપસ્થિત ભાવિક ભક્તોને આશીર્વાદ પાઠવ્યા હતા.
ધાર્મિક અને આધ્યાત્મિક માહોલ વચ્ચે યોજાયેલા આ પ્રસંગે ગુણુબાપુ ગોંડલિયાને શ્રદ્ધાપૂર્વક યાદ કરવામાં આવ્યા હતા. ભંડારા જેવા ધાર્મિક કાર્યક્રમો સંતોના જીવન, તેમના વિચારો અને સેવાકાર્યોને યાદ કરવાની સાથે સમાજમાં ભક્તિભાવ, સેવા અને માનવતાના મૂલ્યોને મજબૂત બનાવે છે. ભક્તિબાપુની ઉપસ્થિતિથી કાર્યક્રમમાં વિશેષ આધ્યાત્મિક માહોલ જોવા મળ્યો હતો. તેમણે ઉપસ્થિત સૌને આશીર્વાદ પાઠવ્યા હતા. આ પ્રસંગે ભક્તો અને શ્રદ્ધાળુઓએ સંતોના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી.
ગુજરાતની સંત પરંપરામાં આવા ધાર્મિક પ્રસંગોનું વિશેષ મહત્ત્વ રહેલું છે. સંતોના સાનિધ્યમાં યોજાતા કાર્યક્રમો લોકોમાં આધ્યાત્મિક ચેતના જગાવવાની સાથે પરસ્પર પ્રેમ, એકતા અને સેવાભાવના સંદેશને પણ પ્રસરાવે છે.
સરિસિયા ગામે પૂજ્ય ગુણુબાપુ ગોંડલિયાના ભંડારા નિમિત્તે યોજાયેલો આ પ્રસંગ શ્રદ્ધા, ભક્તિ અને સંતોના આશીર્વાદ મેળવવાનો અવસર બન્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai