કલેક્ટર જી એચ.સોલંકીએ વઢવાણના મતદાન મથકોની મુલાકાત લઈ બી.એલ.ઓ. કામગીરીનું નિરીક્ષણ કર્યું
સુરેન્દ્રનગર,26 ઓકટોબર (હિ.સ.) રાજ્યભરમાં હાલ ચાલી રહેલી સામાન્ય મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમની કામગીરીના ભાગરૂપે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર જી.એચ.સોલંકી દ્વારા વઢવાણ વિધાનસભા મતવિસ્તારની સ્થળ મુલાકાત લેવામાં આવી હતી. આ મુલ
Collector G H Solanki visited the polling stations of Wadhwan and inspected the BLO operations.


સુરેન્દ્રનગર,26 ઓકટોબર (હિ.સ.) રાજ્યભરમાં હાલ ચાલી રહેલી સામાન્ય મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમની કામગીરીના ભાગરૂપે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર જી.એચ.સોલંકી દ્વારા વઢવાણ વિધાનસભા મતવિસ્તારની સ્થળ મુલાકાત લેવામાં આવી હતી.

આ મુલાકાત દરમિયાન તેમણે બૌદ્ધ વિદ્યાલય પ્રાથમિક શાળા ખાતે આવેલા મતદાન મથક નંબર 2523,254 અને 255 પર પહોંચીને ચાલી રહેલી કામગીરીનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું. આ તકે વઢવાણ પ્રાંત અધિકારી મેહુલ ભરવાડ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

મુલાકાત વેળાએ કલેક્ટરએ મતદાન મથકો પર ઉપસ્થિત બી.એલ.ઓ. (BLO) ઓ દ્વારા નવા મતદારોના નામ ઉમેરવા (ફોર્મ નં.6), નામ કમી કરવા (ફોર્મ નં. 7), તેમજ વિગતોમાં સુધારા-વધારા કરવા કે સરનામું બદલવા (ફોર્મ નં. 8 ) માટે મેળવેલી અરજીઓ અને રજિસ્ટરની વિગતવાર ચકાસણી કરી હતી.

આ તકે તેમણે બી.એલ.ઓ.ને સૂચના આપી હતી કે 18 વર્ષ પૂરા કરનાર દરેક યુવા મતદારનું નામ યાદીમાં ઉમેરાય અને કોઈ પણ પાત્ર નાગરિક મત આપવાના અધિકારથી વંચિત ન રહે તે સુનિશ્ચિત કરવું. આ સાથે જ મતદાર યાદી સુધારણાલક્ષી તમામ અરજીઓનો ઝડપી, પારદર્શી અને ક્ષતિરહિત નિકાલ લાવવા માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande