ભાવનગર મંડળના બોટાદ સ્ટેશન પર કોચ વોટરિંગ સિસ્ટમ શરૂ કરાઈ
2.25 લાખ લિટરની ક્ષમતાવાળી ઓવરહેડ પાણીની ટાંકી અને 750 મીટર લાંબી વોટર હાઇડ્રન્ટ લાઇનની સુવિધા ઉપલબ્ધ ભાવનગર 27 ઓક્ટોબર (હિ.સ.) : પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ દ્વારા મુસાફરોની સુવિધાઓમાં સુધારો કરવા તેમજ ટ્રેનોની જાળવણી સંબંધિત વ્યવસ્થાઓને વધુ મજબૂત
પાણીની ટાંકી અને 750 મીટર લાંબી વોટર હાઇડ્રન્ટ લાઇનની સુવિધા ઉપલબ્ધ


2.25 લાખ લિટરની ક્ષમતાવાળી ઓવરહેડ પાણીની ટાંકી અને 750 મીટર લાંબી વોટર હાઇડ્રન્ટ લાઇનની સુવિધા ઉપલબ્ધ

ભાવનગર 27 ઓક્ટોબર (હિ.સ.) : પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ દ્વારા મુસાફરોની સુવિધાઓમાં સુધારો કરવા તેમજ ટ્રેનોની જાળવણી સંબંધિત વ્યવસ્થાઓને વધુ મજબૂત બનાવવાની દિશામાં બોટાદ સ્ટેશન પર મંડળ રેલ પ્રબંધક, ભાવનગર દિનેશ વર્માના માર્ગદર્શન હેઠળ અને મંડળ ઇજનેર (પૂર્વ) દક્ષરાજ સિંહની દેખરેખમાં કોચ વોટરિંગ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. આ સુવિધા અંતર્ગત 2.25 લાખ લિટરની ક્ષમતાવાળી ઓવરહેડ પાણીની ટાંકી તેમજ 750 મીટર લાંબી વોટર હાઇડ્રન્ટ લાઇન સ્થાપિત કરવામાં આવી છે. તેનાથી ટ્રેનોના કોચમાં પાણી ભરવાની પ્રક્રિયાને વધુ સુચારુ, અસરકારક અને વિશ્વસનીય બનાવવામાં મદદ મળશે.

વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું હતું કે બોટાદ સ્ટેશન પર આ સુવિધા શરૂ થવાથી કોચ વોટરિંગની કામગીરીમાં સુધારો કરવા તેમજ ટ્રેનોમાં પાણી પુરવઠાની વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવામાં મદદ મળશે.

ભાવનગર મંડળ રેલવે મુસાફરોને વધુ સારી સુવિધાઓ પૂરી પાડવા, સંચાલનની કાર્યક્ષમતા વધારવા તેમજ રેલવેના માળખાગત સુવિધાઓને વધુ મજબૂત બનાવવા માટે સતત પ્રયત્નશીલ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande