
શ્રીનગર, નવી દિલ્હી, 27 ઓક્ટોબર (હિ.સ.). જમ્મુ-કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સ (એનસી)ની કેબિનેટમાં, ફેરબદલને લઈને બનેલી અનિશ્ચિતતા મંગળવારે સમાપ્ત થઈ ગઈ. શ્રીનગરના લોક ભવનમાં ઉમર અબ્દુલ્લાના નેતૃત્વ હેઠળની સરકારમાં નેશનલ કોન્ફરન્સ (એનસી)ના ચાર ધારાસભ્યો—અલી મોહમ્મદ સાગર, શમીમા ફિરદૌસ, મીર સૈફુલ્લાહ અને અલ્તાફ અહેમદ કાલૂએ મંત્રી પદના શપથ લીધા.
ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ, નવા મંત્રીઓને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા. આ શપથ ગ્રહણ સમારોહમાં ઘણા વરિષ્ઠ રાજકીય નેતાઓ અને અધિકારીઓ હાજર હતા. આ બદલાવથી એનસીના વરિષ્ઠ નેતા મુબારક ગુલ નારાજ છે. મંત્રી પરિષદમાં સ્થાન ન મળવા બદલ તેમણે નિરાશા વ્યક્ત કરી છે. લોક ભવનની બહાર પત્રકારો સાથે વાત કરતા ગુલે કહ્યું, મેં અત્યાર સુધી 30 શપથ ગ્રહણ સમારોહ જોયા છે. દરેક વખતે મને બહાર રાખવામાં આવ્યો અને આજે પણ મને બહાર જ રાખવામાં આવ્યો છે.
શમીમા ફિરદૌસે કહ્યું કે, હવે તેઓ વધુ સખત મહેનત કરશે. કેબિનેટમાં સામેલ થતા પહેલા મીર સૈફુલ્લાહે આ અવસર માટે પાર્ટી નેતૃત્વ અને અલ્લાહનો આભાર માન્યો. તેમણે કહ્યું કે હું આ અવસર માટે ડો. ફારૂક અબ્દુલ્લાના નેતૃત્વ હેઠળની નેશનલ કોન્ફરન્સ અને અલ્લાહનો ખૂબ આભારી છું.
ઉલ્લેખનીય છે કે, ચાર ધારાસભ્યોના મંત્રી પરિષદમાં સામેલ થવાની અપેક્ષા હતી, જેમાં અલી મોહમ્મદ સાગર અને અલ્તાફ અહેમદ કાલૂ મુખ્ય દાવેદારો હતા. આ બદલાવ વર્તમાન મંત્રીઓની યાદીમાં ફેરબદલની અટકળો વચ્ચે થયો છે. આ દરમિયાન કેબિનેટમાં શમીમા ફિરદૌસનો સમાવેશ એક આશ્ચર્ય રહ્યો, કારણ કે ફેરબદલ પહેલા તેમનું નામ મુખ્ય દાવેદારોમાં નહોતું.
હિન્દુસ્થાન સમાચાર / બલવાન સિંહ / મુકુન્દ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ