
ગુવાહાટી, નવી દિલ્હી, 28 ઓક્ટોબર (હિ.સ.) મેઘાલય અને આસામમાં બુધવારે સવારે એક પછી એક બે મધ્યમ તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા. મેઘાલયમાં સવારે 07 વાગ્યેને 56 મિનિટ 06 સેકન્ડે ભૂકંપનો આંચકો અનુભવાયો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.1 માપવામાં આવી. ભૂકંપના કારણે ક્યાંયથી કોઈ પણ પ્રકારના નુકસાનના સમાચાર નથી.
ભારતીય સિસ્મોલોજી કેન્દ્ર અનુસાર, ભૂકંપનું કેન્દ્ર મેઘાલયના વેસ્ટ ખાસી હિલ્સ જિલ્લામાં જમીનમાં 10 કિલોમીટર નીચે આવેલું હતું. ભૂકંપનું એપિક સેન્ટર 25.544 ઉત્તર અક્ષાંશ અને 91.056 પૂર્વ રેખાંશ પર આવેલું હતું.
જ્યારે, આસામમાં આજે વહેલી સવારે 04 વાગ્યેને 35 મિનિટ 44 સેકન્ડે પણ 2.7 તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો. અહીં ભૂકંપનું કેન્દ્ર આસામના ગ્વાલપાડા જિલ્લામાં જમીનની અંદર 5 કિલોમીટર નીચે હોવાનું જણાવાયું છે. ભૂકંપનું એપિક સેન્ટર 26.068 ઉત્તર અક્ષાંશ અને 90.417 પૂર્વ રેખાંશ પર આવેલું હતું. ભૂકંપની તીવ્રતા ઘણી ઓછી હતી, જેના કારણે મોટાભાગના લોકોને તેનો અહેસાસ થયો નથી.
ઉલ્લેખનીય છે કે, સમગ્ર પૂર્વોત્તર ક્ષેત્ર ભૂકંપના દૃષ્ટિકોણથી ઘણો સંવેદનશીલ વિસ્તાર છે. અહીં અવારનવાર ભૂકંપના આંચકા અનુભવાય છે.
હિન્દુસ્થાન સમાચાર / અરવિંદ રાય / અમરેશ દ્વિવેદી
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ