ફરી સાથે જોવા મળશે, અક્ષય કુમાર અને ભૂમિ પેડનેકર
મુંબઈ, નવી દિલ્હી, 29 ઓક્ટોબર (હિ.સ.) દિગ્દર્શક પ્રિયદર્શન તેમની આગામી ફિલ્મમાં ફરી એકવાર અભિનેતા અક્ષય કુમાર સાથે કામ કરવા જઈ રહ્યા છે. આ અનામી ફિલ્મમાં મુખ્ય અભિનેત્રી તરીકે ભૂમિ પેડનેકરનું નામ સામે આવ્યું છે. રિપોર્ટ્સના જણાવ્યા મુજબ, પ્રિયદર્
ભૂમિ


મુંબઈ, નવી દિલ્હી, 29 ઓક્ટોબર (હિ.સ.) દિગ્દર્શક પ્રિયદર્શન તેમની આગામી ફિલ્મમાં ફરી એકવાર અભિનેતા અક્ષય કુમાર સાથે કામ કરવા જઈ રહ્યા છે. આ અનામી ફિલ્મમાં મુખ્ય અભિનેત્રી તરીકે ભૂમિ પેડનેકરનું નામ સામે આવ્યું છે.

રિપોર્ટ્સના જણાવ્યા મુજબ, પ્રિયદર્શને પણ ભૂમિને ફિલ્મમાં લેવાની પુષ્ટિ કરી છે. અક્ષય અને ભૂમિ આ પહેલા 2017માં રિલીઝ થયેલી 'ટૉયલેટ: એક પ્રેમ કથા' અને 2022ની ફિલ્મ 'રક્ષા બંધન'માં સાથે જોવા મળી ચૂક્યા છે. આમ, લગભગ નવ વર્ષની અંદર આ તેમની ત્રીજી ફિલ્મ હશે. આ પ્રિયદર્શનના દિગ્દર્શન કરિયરની 99મી ફિલ્મ હશે, જેનું નિર્માણ રમેશ તૌરાની કરી રહ્યા છે. વર્ષ 1970ના દાયકાની પૃષ્ઠભૂમિ પર આધારિત આ કૉમેડી ફિલ્મમાં અક્ષય કુમાર એક અલગ અંદાજમાં જોવા મળશે.

જણાવવામાં આવી રહ્યું છે કે, તેમનો કિરદાર અતરંગી અને તરંગી સ્વભાવનો હશે. ફિલ્મમાં અન્નૂ કપૂર અને રાજપાલ યાદવના પણ સામેલ થવાની ચર્ચા છે, જોકે તેમની ભૂમિકાઓને લઈને હજુ વિસ્તૃત જાણકારી સામે આવી નથી. ફિલ્મનું શૂટિંગ નવેમ્બરના છેલ્લા સપ્તાહમાં શરૂ થવાના સમાચાર છે. તેનું લગભગ ત્રણ મહિનાનું શેડ્યૂલ રાજસ્થાનના જંગલો, ભોપાલ અને મુંબઈમાં પૂરું કરવાની યોજના છે.

ઉલ્લેખનીય છે કે, પ્રિયદર્શન અને અક્ષય કુમારની જોડી પહેલા પણ ઘણી સફળ ફિલ્મોમાં સાથે કામ કરી ચૂકી છે. આ વર્ષે પણ બંને 'ભૂત બંગલા' અને 'હૈવાન' દ્વારા સાથે આવ્યા છે. હવે તેમની આગામી ફિલ્મને લઈને દર્શકોમાં ઉત્સુકતા વધી ગઈ છે.

હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande