
જુનાગઢ, 29 ઓક્ટોબર (હિ.સ.) : ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મેદસ્વિતા નિવારણ અને સ્વસ્થ જીવનશૈલી અંગે જાગૃતિ ફેલાવવાના હેતુથી માળીયા હાટીના સ્થિત વિવેક વિદ્યા સંકુલ હાઈસ્કૂલ ખાતે યોગ સંવાદ અને યોગ શિબિર યોજાઈ હતી. જિલ્લા કોઓર્ડિનેટર જયંતી કાછડીયાના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં આશરે ૧૧૦ વિદ્યાર્થીઓએ ભાગ લઈ યોગનું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટેનું મહત્વ સમજ્યું હતું. આ દરમિયાન ૨૫ વિદ્યાર્થીઓએ યોગ ટ્રેનર બનવા માટે તાલીમ મેળવવામાં ઉત્સાહ દર્શાવ્યો હતો.
યોગ કોચ કિરણબેન કારિયા અને કૃપાબેન સાદરિયાના આયોજનમાં યોજાયેલા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને નિયમિત યોગાભ્યાસ દ્વારા સ્વસ્થ જીવનશૈલી અપનાવવા પ્રેરિત કરવામાં આવ્યા હતા. આગામી ૧ ડિસેમ્બરથી ૩૧ ડિસેમ્બર, ૨૦૨૬ દરમિયાન યોજાનારા મેદસ્વિતા નિવારણ અભિયાન અંતર્ગત માળીયા હાટીના ખાતે સરકારી હાઈસ્કૂલ અને પે શાળા, રેલવે સ્ટેશન રોડ ખાતે કેમ્પ યોજવા માટે આયોજન કરવામાં આવી રહ્યું છે. આ પહેલથી સ્થાનિક નાગરિકોમાં યોગ અને મેદસ્વિતા નિવારણ અંગે જાગૃતિ વધશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ