ભાજપના રાજ્યસભાના પૂર્વ સભ્ય અને ઉદ્યોગપતિ રવીન્દ્ર કિશોર સિંહાનું નિધન, એસઆઈએસ ગ્રુપના સ્થાપક હતા
પટના, નવી દિલ્હી, 30 ઓક્ટોબર (હિ.સ.). ઉદ્યોગપતિ અને ભાજપના વરિષ્ઠ નેતા રવીન્દ્ર કિશોર સિંહાનું શુક્રવારે નોઈડા સ્થિત તેમના નિવાસસ્થાને નિધન થયું. બિહારના ભોજપુર જિલ્લાના બહિયારા ગામના નિવાસી રવીન્દ્ર કિશોર સિંહાનો જન્મ 22 સપ્ટેમ્બર 1951ના રોજ થયો હ
ભાજપના વરિષ્ઠ નેતા આર.કે. સિંહા-ફાઈલ ફોટો


પટના, નવી દિલ્હી, 30 ઓક્ટોબર (હિ.સ.). ઉદ્યોગપતિ અને ભાજપના વરિષ્ઠ નેતા રવીન્દ્ર કિશોર સિંહાનું શુક્રવારે નોઈડા સ્થિત તેમના નિવાસસ્થાને નિધન થયું. બિહારના ભોજપુર જિલ્લાના બહિયારા ગામના નિવાસી રવીન્દ્ર કિશોર સિંહાનો જન્મ 22 સપ્ટેમ્બર 1951ના રોજ થયો હતો.

પૂર્વ રાજ્યસભા સભ્ય અને ભાજપના વરિષ્ઠ નેતા આર.કે. સિંહાએ, નોઈડા સ્થિત પોતાના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા. તેમના નિધનના સમાચારથી રાજકીય અને વ્યાપારી જગતમાં શોકની લહેર છવાઈ ગઈ છે.

ડૉ. આર.કે. સિંહા, એસઆઈએસ ગ્રુપના સ્થાપક અને ચેરમેન હતા. રાજકારણની સાથે-સાથે ઉદ્યોગ જગતમાં પણ તેમની વિશિષ્ટ ઓળખ હતી.

ભાજપના શરૂઆતના સમયથી જોડાયેલા ડૉ. સિંહાએ પાર્ટી અને સંગઠન માટે લાંબા સમય સુધી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. તેઓ રાજ્યસભા સાંસદ તરીકે પણ પોતાની સેવાઓ આપી ચૂક્યા હતા.

સ્વર્ગસ્થ આર.કે. સિંહાના અંગત સહાયક સતીશ રાજુ અને મનીષ કિશોરે હિન્દુસ્થાન સમાચાર સાથેની વાતચીતમાં જણાવ્યું કે, છેલ્લા એક વર્ષથી તેમની તબિયત નાજુક હતી. તેમની સારવાર સિંગાપોરથી ચાલી રહી હતી. આજે સવારે અમને આ દુઃખદ સમાચાર મળ્યા છે. તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે દિલ્હીથી પટના લાવવામાં આવશે. પટનાના પાટલીપુત્ર સ્થિત અન્નપૂર્ણા ભવનમાં લોકો તેમના અંતિમ દર્શન કરી શકશે. જોકે, તેમણે એ સ્પષ્ટ કર્યું નથી કે પાર્થિવ દેહને ક્યારે લાવવામાં આવશે.

ભાજપના વરિષ્ઠ નેતા આર.કે. સિંહાના નિધન બાદ, ભાજપના ધારાસભ્ય સંજીવ ચૌરસિયાએ તેમને શ્રદ્ધાંજલિ આપી. સંજીવ ચૌરસિયાએ 'એક્સ' પર લખ્યું, 'જનસંઘ અને ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ રાજ્યસભા સભ્ય આર.કે. સિંહાજીના નિધનના સમાચાર અત્યંત દુઃખદ છે. તેમના જવાથી સામાજિક અને રાજકીય જગતને મોટી ક્ષતિ થઈ છે. ઈશ્વર દિવંગત આત્માને શાંતિ પ્રદાન કરે અને શોકાતુર પરિવારને આ દુઃખની ઘડીમાં હિંમત આપે.'

પત્રકારત્વથી કરી હતી કારકિર્દીની શરૂઆત

સ્વર્ગસ્થ આર.કે. સિંહાએ પોતાની કારકિર્દીની શરૂઆત પત્રકારત્વથી કરી હતી. રાજનીતિ વિજ્ઞાન અને કાયદાનો અભ્યાસ કરનાર આર.કે. સિંહાને લેખનમાં ઊંડો રસ હતો. પત્રકારત્વના સમયગાળા દરમિયાન તેમણે ‘જનાંદોલન’ નામનું પુસ્તક લખ્યું હતું. આ પુસ્તકમાં જયપ્રકાશ નારાયણના નેતૃત્વમાં 1970 થી 1975 દરમિયાન ચાલેલા વિદ્યાર્થી આંદોલનનો વિસ્તૃત ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વર્ષ 2016 થી લઈને 2022 સુધી તેઓ હિન્દુસ્થાન સમાચાર સંવાદ સમિતિના ચેરમેન તરીકે પણ પોતાની સેવાઓ આપી હતી.

હિન્દુસ્થાન સમાચાર / ગોવિંદ ચૌધરી / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande