કડછમાં જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા
પોરબંદર, 30 ઓક્ટોબર (હિ.સ.) : માધવપુરના કડછ ગામમાં ગાત્રાળ આઈ મંદિર નજીક, પ્લોટ વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સોને માધવપુર પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસની કાર્યવાહી દરમિયાન આરોપીઓ પાસેથી ગંજીપત્તાનાં 52 પાના અને રોકડા રૂ.
કડછમાં જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા


પોરબંદર, 30 ઓક્ટોબર (હિ.સ.) : માધવપુરના કડછ ગામમાં ગાત્રાળ આઈ મંદિર નજીક, પ્લોટ વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સોને માધવપુર પોલીસે ઝડપી

પાડ્યા છે. પોલીસની કાર્યવાહી દરમિયાન આરોપીઓ

પાસેથી ગંજીપત્તાનાં 52 પાના અને રોકડા રૂ. 23,100 મળી કુલ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો

હતો.

પોલીસની નોંધ મુજબ, કડછ ગામના પ્લોટ વિસ્તારમાં ગાત્રાળઆઈ મંદિર પાસે જાહેરમાં કેટલાક શખ્સો

પાના અને પૈસાથી હારજીતનો જુગાર રમતા શખ્સો પર

દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરમિયાન પોલીસે કડછ ગામના વણધા એભાભાઈ મુળીયાસીયા (31), જીવા સરમણભાઈ પરમાર (28), રમેશ માલદેભાઈ કડછા (40), ગોરસર ગામના રામ હાથીયાભાઈ ખૂંટી (42) અને કડછ ગામના કાના હાજાભાઈ કડછા (43)ને ઝડપી પાડ્યા હતા. આરોપીઓ પાસેથી ગંજીપત્તાનાં 52 પાના અને રોકડા રૂ. 23,100 મળી કુલ રૂ. 23,100નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

આ

અંગે માધવપુર પોલીસ સ્ટેશનમાં જુગારધારા

હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande