પોરબંદરના વ્હીલચેર ક્રિકેટરની ફરી ભારતીય ટીમમાં પસંદગી.
પોરબંદર , 30 ઓક્ટોબર (હિ.સ.)પોરબંદરના આંતરરાષ્ટ્રીય વ્હીલચેર ક્રિકેટર ભીમા ખુંટીએ, ફરી એક વખત ભારતીય વ્હીલચેર ક્રિકેટ ટીમમાં સ્થાન મેળવી ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. આ સીઝનમાં 860થી વધુ રનના શાનદાર પ્રદર્શનના આધારે તેમની ટીમ ઈન્ડિયામાં પસંદગી થઈ છે.
પોરબંદરના  વ્હીલચેર  ક્રિકેટરની ફરી ભારતીય  ટીમમાં  પસંદગી.


પોરબંદરના  વ્હીલચેર  ક્રિકેટરની ફરી ભારતીય  ટીમમાં  પસંદગી.


પોરબંદરના  વ્હીલચેર  ક્રિકેટરની ફરી ભારતીય  ટીમમાં  પસંદગી.


પોરબંદરના  વ્હીલચેર  ક્રિકેટરની ફરી ભારતીય  ટીમમાં  પસંદગી.


પોરબંદરના  વ્હીલચેર  ક્રિકેટરની ફરી ભારતીય  ટીમમાં  પસંદગી.


પોરબંદર , 30 ઓક્ટોબર (હિ.સ.)પોરબંદરના આંતરરાષ્ટ્રીય વ્હીલચેર ક્રિકેટર ભીમા ખુંટીએ, ફરી એક વખત ભારતીય વ્હીલચેર ક્રિકેટ ટીમમાં સ્થાન મેળવી ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. આ સીઝનમાં 860થી વધુ રનના શાનદાર પ્રદર્શનના આધારે તેમની ટીમ ઈન્ડિયામાં પસંદગી થઈ છે. ગુજરાત માંથી એકમાત્ર ખેલાડી તરીકે પસંદગી પામેલા ભીમા ખુંટી હવે ભારત તરફથી શ્રીલંકા સામે રમશે. તમિલનાડુના ચેન્નાઈ ખાતે 30 ઓક્ટોબરથી 3 નવેમ્બર દરમિયાન ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ ટી-20 મેચની સીરિઝનું આયોજન થવાનું છે.લાંબા સમયથી ભારતીય ટીમની બહાર રહેલા ભીમા ખુંટીએ સતત મહેનત અને શાનદાર પ્રદર્શનના આધારે ફરી ટીમમાં સ્થાન મેળવ્યું છે.ભીમા ખુંટીએ જણાવ્યું હતુંકે, ફરી એક વખત ભારતની જર્સી પહેરીને દેશનું પ્રતિનિધિત્વ કરવાની તક મળવી તેમના માટે ગૌરવની ક્ષણ છે. લાંબા સમયથી ટીમની બહાર હોવા છતાં તેમને પોતાની મહેનત અને ક્ષમતાપર વિશ્વાસ હતો. આ સીઝનમાં 860થી વધુ રન બનાવીને તેમણે પસંદગીકારોનું ધ્યાન ખેંચ્યું હતું.તેમણે જણાવ્યું કે ભારતીય ટીમમાં સ્થાન મેળવવા માટે દેશભરના ખેલાડીઓ વચ્ચે ભારે સ્પર્ધા છે.તેથી સ્થાનિક ક્રિકેટમાં સતત સારું પ્રદર્શન કરવું જરૂરી છે. ભારત તરફથી રમવાની તક મળતાં તેઓ પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન આપવા પ્રયાસ કરશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande