રક્તદાનથી માનવતાની સેવા : BSF ભુજના 58 જવાનો-અધિકારીઓએ આપ્યું જીવનદાયી યોગદાન
કચ્છ, 04 ઓક્ટોબર (હિ.સ.) : રાષ્ટ્રીય સ્વૈચ્છિક રક્તદાન દિવસ નિમિત્તે ભુજ ખાતે સીમા સુરક્ષા દળ (BSF) દ્વારા, માનવતાની સેવા અને સામાજિક જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું. ભુજ કંબાઇન્ડ હોસ્પિટલ, સેક્ટર હેડક્વાર્ટર BSF, ભુજ ખાતે વિશેષ
ભુજ ખાતે રક્તદાન શિબિર યોજાઈ


ભુજ ખાતે રક્તદાન શિબિર યોજાઈ


ભુજ ખાતે રક્તદાન શિબિર યોજાઈ


કચ્છ, 04 ઓક્ટોબર (હિ.સ.) : રાષ્ટ્રીય સ્વૈચ્છિક રક્તદાન દિવસ નિમિત્તે ભુજ ખાતે સીમા સુરક્ષા દળ (BSF) દ્વારા, માનવતાની સેવા અને સામાજિક જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું. ભુજ કંબાઇન્ડ હોસ્પિટલ, સેક્ટર હેડક્વાર્ટર BSF, ભુજ ખાતે વિશેષ સ્વૈચ્છિક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં BSFના કુલ 58 અધિકારીઓ અને જવાનોએ ઉત્સાહપૂર્વક સ્વૈચ્છિક રક્તદાન કરી જરૂરિયાતમંદ દર્દીઓ માટે જીવનદાયી સેવા આપી હતી.

રક્તની અછતને કારણે કોઈ દર્દીને મુશ્કેલી ન પડે અને હોસ્પિટલોમાં જરૂરી સમયે સલામત રક્ત ઉપલબ્ધ થઈ શકે તે હેતુથી યોજાયેલા આ કેમ્પમાં BSFની વિવિધ બટાલિયન અને યુનિટના જવાનો જોડાયા હતા. 68 બટાલિયન, 85 બટાલિયન, 90 બટાલિયન, 176 બટાલિયન, 193 બટાલિયન, 1033 આર્ટિલરી તેમજ વોટર વિંગના પ્રહરીઓએ રક્તદાન કરીને સમાજ પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવી હતી.

આ રક્તદાન શિબિરના આયોજનમાં સ્થાનિક આરોગ્ય વિભાગ તથા GKGHના ડૉ. નીલેશ રાજપૂત અને તેમની ટીમનો સહયોગ મળ્યો હતો. તબીબી માર્ગદર્શન હેઠળ જવાનોની રક્તદાન પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. શિબિર દરમિયાન ઉપસ્થિત અધિકારીઓ અને તબીબી સ્ટાફે રક્તદાનના મહત્વ અંગે જવાનોને પ્રોત્સાહિત કર્યા હતા.

કાર્યક્રમમાં 176 બટાલિયનના કમાન્ડન્ટ યોગેશ કુમાર, 1033 આર્ટિલરીના કમાન્ડન્ટ એસ.એસ. ઠાકુર, 176 બટાલિયનના દ્વિતીય કમાન અધિકારી અશોક કુમાર, ડૉ. સુમિતા અને ડૉ. અનામિકા સહિતના, અધિકારીઓ અને તબીબી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે કમાન્ડન્ટે જણાવ્યું હતું કે, રક્તદાન માનવજીવન બચાવવા માટે કરવામાં આવતું એક મહત્ત્વપૂર્ણ સેવાકાર્ય છે. BSFના સક્ષમ અને સમર્પિત જવાનો દ્વારા મોટી સંખ્યામાં સ્વૈચ્છિક રક્તદાન કરવામાં આવ્યું તે ગૌરવની બાબત છે. આવા પ્રયાસો માત્ર જરૂરિયાતમંદ દર્દીઓ માટે રક્ત ઉપલબ્ધ કરાવવામાં મદદરૂપ બનતા નથી, પરંતુ સમાજમાં માનવતા, સેવાભાવ અને સામાજિક જવાબદારીનો સંદેશ પણ પ્રસરાવે છે. રાષ્ટ્રીય સ્વૈચ્છિક રક્તદાન દિવસની ઉજવણી નિમિત્તે, BSF ભુજના જવાનો દ્વારા કરવામાં આવેલ આ રક્તદાન માનવ કલ્યાણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાનું પ્રેરણાદાયી ઉદાહરણ બની રહ્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande