મુન્દ્રા તાલુકાના વિરાણીયા ગામે ‘એક પેડ મા કે નામ 3.0’ હેઠળ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે વૃક્ષારોપણ
- 1.47 એકરમાં મિયાવાકી પદ્ધતિથી તૈયાર થશે હરિત વિસ્તાર. કચ્છ, 05 ઓક્ટોબર (હિ.સ.) ; મુન્દ્રા તાલુકાના વિરાણીયા ગામે પર્યાવરણ સંરક્ષણને વેગ આપતા ‘એક પેડ મા કે નામ 3.0’ અભિયાન અંતર્ગત વિશાળ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ વ
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે વૃક્ષારોપણ


રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે વૃક્ષારોપણ


રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે વૃક્ષારોપણ


રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે વૃક્ષારોપણ


રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે વૃક્ષારોપણ


- 1.47 એકરમાં મિયાવાકી પદ્ધતિથી તૈયાર થશે હરિત વિસ્તાર.

કચ્છ, 05 ઓક્ટોબર (હિ.સ.) ; મુન્દ્રા તાલુકાના વિરાણીયા ગામે પર્યાવરણ સંરક્ષણને વેગ આપતા ‘એક પેડ મા કે નામ 3.0’ અભિયાન અંતર્ગત વિશાળ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ વૃક્ષારોપણ કરીને ગ્રામજનોને પર્યાવરણ જાળવણી અને હરિયાળી વધારવાનો સંદેશ આપ્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આહ્વાનથી પ્રેરિત આ અભિયાન હેઠળ સામાજિક વનીકરણ વિભાગ અને વિવિધ સંસ્થાઓના સહયોગથી વિરાણીયામાં મહત્વપૂર્ણ હરિત પ્રકલ્પનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

આ પ્રસંગે રાજ્યપાલે જણાવ્યું હતું કે વૃક્ષો માત્ર પર્યાવરણનો હિસ્સો નથી, પરંતુ માનવજીવન માટે અમૂલ્ય કુદરતી સંપદા છે. વૃક્ષારોપણ કર્યા બાદ તેની નિયમિત સંભાળ અને જતન કરવું એટલું જ જરૂરી છે. તેમણે લોકોને પોતાના બાળકોના જન્મદિવસ, લગ્નની વર્ષગાંઠ સહિતના શુભ પ્રસંગોને યાદગાર બનાવવા ઓછામાં ઓછું એક વૃક્ષ વાવી તેનું જતન કરવાની અપીલ કરી હતી. ગામની ગૌચર અને પંચાયતની ઉપલબ્ધ જમીનોમાં વધુમાં વધુ વૃક્ષારોપણ કરવા પણ તેમણે અનુરોધ કર્યો હતો.

વિરાણીયા ખાતે અંદાજે 1.47 એકર જમીનમાં મિયાવાકી પદ્ધતિથી કુલ 3 હજાર જેટલા રોપાઓનું ‘વનકવચ’ વિકસાવવામાં આવશે. આ પ્રકલ્પને ચાર ઝોનમાં વહેંચવામાં આવ્યો છે અને દરેક ઝોનમાં આશરે 750 રોપાઓ વાવવામાં આવશે. ઓછા વિસ્તારમાં વધુ હરિયાળી ઊભી થાય તે રીતે દેશી પ્રજાતિના ઊંચા, મધ્યમ અને નીચા કદના વૃક્ષોની પસંદગી કરવામાં આવી છે.

આ હરિત વિસ્તારમાં લીમડો, પીપળો, વડ, ઉંબરો, દેશી બાવળ, ખીજડો, બોરસલી, ગુલમોહર અને મહુડા સહિતના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. રોપાઓના વિકાસ માટે દેશી ગાયના ખાતરનો ઉપયોગ તેમજ પાણીની બચત માટે ટપક સિંચાઈ પદ્ધતિ અપનાવવામાં આવશે. પ્રકલ્પનો મુખ્ય ઉદ્દેશ પર્યાવરણનું સંતુલન જાળવવા સાથે ગરમીમાં રાહત અને જૈવવિવિધતાને પ્રોત્સાહન આપવાનો છે.

આ કાર્યક્રમમાં ધારાસભ્ય અનિરુદ્ધ દવે, તાલુકા પંચાયત પ્રમુખ સંતોકબા જાડેજા, સરપંચ શક્તિસિંહ જાડેજા, જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયા, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક વિકાસ સુંડા તથા વન વિભાગના અધિકારીઓ સહિત ગ્રામજનો અને પર્યાવરણપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande