વેરાવળ તાલુકાના આદ્રી ગામે સેવાસેતુ ૨.૧ યોજાયો લાભાર્થીઓને ઘર આંગણે જ સરકારી સેવાઓથી લાભાન્વિત કરાયા
ગીર સોમનાથ 6 ઓક્ટોબર (હિ.સ.) રાજ્યભરમાં ચાલી રહેલા ‘સેવા સંકલ્પ અભિયાન’ના ભાગરૂપે ગીર સોમનાથ જિલ્લામાં પણ સેવાસેતુ ૨.૧ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત વેરાવળ તાલુકાના આદ્રી ગામે સેવાસેતુ ૨.૧ ગ્રામ્ય કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિ
આદ્રી ગામે સેવાસેતુ ૨.૧ યોજાયો


ગીર સોમનાથ 6 ઓક્ટોબર (હિ.સ.) રાજ્યભરમાં ચાલી રહેલા ‘સેવા સંકલ્પ અભિયાન’ના ભાગરૂપે ગીર સોમનાથ જિલ્લામાં પણ સેવાસેતુ ૨.૧ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

જે અંતર્ગત વેરાવળ તાલુકાના આદ્રી ગામે સેવાસેતુ ૨.૧ ગ્રામ્ય કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓને ઘર આંગણે જ સરકારી સેવાઓથી લાભાન્વિત કરાયા હતાં.

આ સેવાસેતુ કાર્યક્રમમાં અગ્રણી રાજશીભાઈ જોટવા સહિતના મહાનુભાવોના હસ્તે વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભોનું સ્થળ પર જ વિતરણ કરવામાં આવ્યું હતું.

આ કેમ્પમાં રાશનકાર્ડ, જાતિ, રેશન, આવક જેવા વિવિધ દાખલાઓ અને પ્રમાણપત્રો સહિત વિવિધ સરકારી યોજનાઓનો લાભ એક જ સ્થળેથી મળી રહે તે માટે સુગમ આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં પ્રદ્યુમનસિંહ ડોડિયા, કપિલભાઈ મહેતા સહિતના આગેવાનો, ગ્રામ્ય મામલતદાર એસ.એમ.બારિયા સહિતના સંલગ્ન અધિકારી-કર્મચારીશઓ અને લાભાર્થી ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande