જૂનાગઢમાં જિલ્લા કક્ષાની નવરાત્રી રાસ-ગરબા સ્પર્ધા- 2026-27 યોજાઇ
જુનાગઢ,06 ઓક્ટોબર (હિ.સ.) રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા પ્રેરિત, કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ગાંધીનગર દ્વારા આયોજીત, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, જૂનાગઢ ગ્રામ્ય અને જ
જૂનાગઢમાં જિલ્લા કક્ષાની નવરાત્રી રાસ-ગરબા


જુનાગઢ,06 ઓક્ટોબર (હિ.સ.) રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા પ્રેરિત, કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ગાંધીનગર દ્વારા આયોજીત, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, જૂનાગઢ ગ્રામ્ય અને જૂનાગઢ શહેર દ્વારા સંચાલિત “જિલ્લા કક્ષાની નવરાત્રી રાસ-ગરબા સ્પર્ધા” જૂનાગઢ ખાતે યોજાઈ હતી.

આ સ્પર્ધામાં રાસ, પ્રાચીન ગરબા અને અર્વાચીન ગરબાની કૃતિઓમાં જૂનાગઢ શહેર અને જૂનાગઢ ગ્રામ્યના તમામ ખૈલેયાએ ખુબ મોટી સંખ્યામાં અને ખુબ જ ઉત્સાહથી આ સ્પર્ધામાં ભાગ લીધો હતો.

આ કાર્યક્રમમાં ભગવાનજી કરગઠીયા, ધારાસભ્ય માંગરોળ, જૂનાગઢ મહાનગર પાલિકાના ડેપ્યુટી મેયર આકાશ કટારા, પુંજા સિસોદિયા, ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણાધિકારી રણવીર પરમાર, જિલ્લા યુવા વિકાસ અધિકારી જૂનાગઢ નીતા વાળા, ડો.ચેતના કોડીનારીયા, આયુર્વેદ કોલેજ, જૂનાગઢ, નિલેશ સોનારા, સદસ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડ ગુજરાત રાજય અને જૂનાગઢ શહેર વ્યાયામ મંડળ પ્રમુખ જીગ્નેશ ચાવડા ખૈલેયાઓને પ્રોત્સાહિત કરવા માટે ઉપસ્થિત રહ્યા હતા.

આ સ્પર્ધાની પ્રથમ વિજેતા ટીમો રાજ્યકક્ષા નવરાત્રી રાસ-ગરબા સ્પર્ધામાં ભાગ લેવા જશે અને જૂનાગઢનું પ્રતિનિધિત્વ કરશે. ે

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande