વારાણસી થી વડનગર સેવા યાત્રા'નો સમાપન સમારોહ 7 ઓક્ટોબરે
મહેસાણા/અમદાવાદ,06 ઓકટોબર (હિ.સ.) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે પ્રારંભ થયેલા ''સેવા સંકલ્પ અભિયાન'' અંતર્ગત આયોજિત ''વારાણસી થી વડનગર સેવા યાત્રા''નો આગામી 7 ઓક્ટોબરના રોજ વડનગર ખાતે ભવ્ય સમાપન કાર્યક્રમ યોજાવા જઈ રહ્
Closing ceremony of 'Varanasi to Vadnagar Seva Yatra' on October 7


મહેસાણા/અમદાવાદ,06 ઓકટોબર (હિ.સ.) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે પ્રારંભ થયેલા 'સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત આયોજિત 'વારાણસી થી વડનગર સેવા યાત્રા'નો આગામી 7 ઓક્ટોબરના રોજ વડનગર ખાતે ભવ્ય સમાપન કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. પ્રધાનમંત્રીના સંસદીય ક્ષેત્ર વારાણસી અને માતૃભૂમિ વડનગરને જોડતી આ સેવા યાત્રા માત્ર એક પ્રવાસ નહીં પરંતુ સેવા, સંસ્કૃતિ અને રાષ્ટ્રભક્તિના સંગમ સમાન બની રહેશે.

આ સમાપન સમારોહ ગુજરાતના મુખ્યમણત્રી ભૂપેન્દ્ર પટેલ, ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી તેમજ અન્ય રાજ્યોના મુખ્યમંત્રીઓ, કેન્દ્રીય મંત્રીઓ,પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી અને રાજ્ય સરકારના મંત્રીઓ, સાંસદો તથા ધારાસભ્યોની વિશેષ ઉપસ્થિતિમાં યોજાશે. વડનગર સ્થિત સાતસો સમાજની વાડી ખાતે બપોરે 4 કલાકે આ મુખ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

સેવા યાત્રાના ભાગરૂપે વારાણસીથી પ્રસ્થાન થયેલા 500 જેટલા બાઇકર્સ આજે વડનગર આવી પહોંચશે. આ પ્રવાસી બાઇકર્સના સ્વાગત માટે નગરમાં વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. સાંજે આ તમામ બાઇકર્સ ઐતિહાસિક શર્મિષ્ઠા તળાવ ખાતે આયોજિત ભવ્ય મહાઆરતીમાં સહભાગી થશે. આ પ્રસંગે ગુજરાતની સમૃદ્ધ વિરાસત અને પરંપરાઓને ઉજાગર કરતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે.આત્મીયતા અને લોકભાગીદારીના ઉદાહરણરૂપે વારાણસીથી આવેલા તમામ બાઇકર્સ વડનગરના સ્થાનિક પરિવારોના ઘરે આતિથ્ય માણશે અને ત્યાં જ રાત્રિ રોકાણ કરશે.

વડનગર ખાતે ભવ્ય સમાપન કાર્યક્રમને લઈને વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. વિશાળ ડોમની અંદર અંદાજે 20 હજારથી પણ વધુ લોકો બેસી શકે તેટલી ખુરશીઓની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આયોજનને આખરી ઓપ આપવા માટે વહીવટી તંત્ર દ્વારા વિવિધ વિભાગોના કર્મચારીઓ સાથે સાતસો સમાજની વાડી ખાતે સતત બેઠકોનો દોર યોજવામાં આવી રહ્યો છે. 7 ઓક્ટોબરના રોજ સવારે 8:00 કલાકે આ બાઇકર્સ વારાણસીથી લાવેલા પવિત્ર જળ વડે વડનગરના આસ્થાના કેન્દ્ર સમાન પ્રાચીન હાટકેશ્વર મહાદેવનો જળાભિષેક કરશે. ત્યારબાદ તેઓ સ્થાનિક પરિવારો સાથે બેસીને વડાપ્રધાનના ‘સેવા જ્યોતિ યાત્રા’ કાર્યક્રમનું જીવંત પ્રસારણ પણ નિહાળશે.

વૃક્ષારોપણ, ‘એક્સપિરિયન્સિયલ મ્યુઝિયમ’ની મુલાકાત

7 ઓક્ટોબરે બપોરે 12:30 કલાકે તમામ બાઇકર્સ વડનગર સાયન્સ કોલેજ ખાતે એકત્રિત થઈને સામૂહિક વૃક્ષારોપણ કરશે અને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપશે. વૃક્ષારોપણ બાદ તેઓ વડનગરના ભવ્ય ઈતિહાસ અને પ્રાચીન અસ્મિતાની ઝાંખી કરાવતા ‘એક્સપિરિયન્સિયલ મ્યુઝિયમ’ (અનંત અનાદિ વડનગર)ની મુલાકાત લઈને વડનગરના ભૂતકાળથી માહિતગાર થશે.

મુખ્ય સમાપન સમારોહ સાતસો સમાજની વાડીમાં યોજાશે

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande