નશા મુક્ત ભારત અભિયાન હેઠળ દમણના કાચીગામમાંથી 3.355 કિલો ગાંજો ઝડપાયો,ઉત્તર પ્રદેશના બે શખસોની ધરપકડ
વલસાડ/અમદાવાદ,06 ઓકટોબર (હિ.સ.) દેશમાં ચાલી રહેલા નશા મુક્ત ભારત અભિયાન હેઠળ દમણના કાચીગામમાંથી 3.355 કિલો ગાંજો ઝડપાયો,ઉત્તર પ્રદેશના બે શખસોની ધરપકડ કરી. દમણ પોલીસે નશા મુક્ત ભારત અભિયાન હેઠળ કાચીગામમાં કાર્યવાહી કરી છે. પોલીસે એક ફ્લેટમાં
3.355 kg of ganja seized from Kachigam, Daman under Drug-Free India campaign, two people from Uttar Pradesh arrested


વલસાડ/અમદાવાદ,06 ઓકટોબર (હિ.સ.) દેશમાં ચાલી રહેલા નશા મુક્ત ભારત અભિયાન હેઠળ દમણના કાચીગામમાંથી 3.355 કિલો ગાંજો ઝડપાયો,ઉત્તર પ્રદેશના બે શખસોની ધરપકડ કરી.

દમણ પોલીસે નશા મુક્ત ભારત અભિયાન હેઠળ કાચીગામમાં કાર્યવાહી કરી છે. પોલીસે એક ફ્લેટમાંથી 3.355 કિલોગ્રામ ગાંજાનો જથ્થો જપ્ત કર્યો છે. આ મામલે ઉત્તર પ્રદેશના બે શખસોની ધરપકડ કરવામાં આવી છે.

ઝડપાયેલા આરોપીઓમાં વિનોદ હરિલાલ રાજભર અને અમન મહેન્દ્ર રાજભરનો સમાવેશ થાય છે. બંને મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી છે અને હાલ કાચીગામની નેનો-1 સોસાયટીના ફ્લેટ નંબર 405માં રહેતા હતા. પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી તેમને કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટે 7 ઓક્ટોબર સુધીના પોલીસ કસ્ટડી રિમાન્ડ મંજૂર કર્યા છે.

આ કાર્યવાહી 3 ઓક્ટોબરના રોજ પીએસઆઈ અનિલકુમાર ટી.કે. અને તેમની ટીમને મળેલી બાતમીના આધારે કરવામાં આવી હતી. પોલીસ હવે ગાંજો ક્યાંથી આવ્યો અને કોને સપ્લાય કરવાનો હતો તે અંગે વધુ તપાસ કરી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande