માળીયાહાટીનાના લાડુડી ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો : કુલ 1545 અરજીઓનો નિકાલ સેવા સેતુ કાર્યક્રમમાં લોકોએ આરોગ્ય સેવાઓનો પણ લાભ મેળવ્યો
જૂનાગઢ,06 ઓક્ટોબર (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જનસેવા અને સુશાસનના ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરને ગુજરાત સરકાર સેવા સંકલ્પ અભિયાન દ્વારા ઉજવણી કરી રહી છે, તેના ભાગરૂપે માળિયા હાટીના ના લાડુડી ગામે સફળતાપૂર્વક સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. જેન
માળીયાહાટીનાના લાડુડી ગામે


જૂનાગઢ,06 ઓક્ટોબર (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જનસેવા અને સુશાસનના ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરને ગુજરાત સરકાર સેવા સંકલ્પ અભિયાન દ્વારા ઉજવણી કરી રહી છે, તેના ભાગરૂપે માળિયા હાટીના ના લાડુડી ગામે સફળતાપૂર્વક સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. જેનો બહોળી સંખ્યામાં ગ્રામજનોએ લાભ લેતા કુલ 1545 અરજીઓનો સ્થળ પર જ હકારાત્મક ઉકેલ લાવવામાં આવ્યો હતો.

વહીવટી તંત્ર દ્વારા આયોજિત આ સેવા સેતુ કાર્યક્રમમાં લોકોએ જુદી જુદી સેવાઓની સાથે આરોગ્ય સેવાઓનું પણ લાભ મેળવ્યો હતો.

આ સેવાસેતુ કાર્યક્રમના માધ્યમથી જુદી જુદી પ્રજાલક્ષી સેવાઓને આવરી લેવામાં આવી છે, જેમાં આવક અને જાતિના પ્રમાણપત્રો, નોન ક્રિમિલિયર, રેશનકાર્ડ સંબંધિત નવા રેશનકાર્ડમાં નામ ઉમેરવું, કમી કરવું, સુધારા કરવા વગેરે, નવું આધાર કાર્ડ કઢાવવું અથવા તેમાં આવશ્યક સુધારા કરાવવા, 7 /12,8 - અના ઉતારા, આયુષ્માન ભારત કાર્ડ, નમો યોજના, ઉપરાંત પશુપાલન સહિતના વિભાગની યોજનાઓનો લાભ આપવામાં આવ્યો હતો.

આ સેવા સેતુ કાર્યક્રમમાં ધારાસભ્ય ભગવાનજી કરગઠીયા, જિલ્લા પંચાયતના સદસ્ય રામસિંહભાઈ તથા રામભાઈ, તાલુકા પંચાયતના સદસ્ય લક્ષ્મણભાઈ, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ પ્રકાશભાઈ, અગ્રણી ડાયા ઝોરા, રામખેર સહિતના પદાધિકારી-અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande