જૂનાગઢમાં ભારતીય ટપાલ વિભાગ દ્વારા નવી ફ્રેન્ચાઇઝી યોજના ૨.૦ શરૂ કરવામાં આવી
જુનાગઢ 6 ઓક્ટોબર (હિ.સ.), જૂનાગઢમાં ભારતીય ટપાલ વિભાગ દ્વારા નવી ફ્રેન્ચાઇઝી યોજના ૨.૦ (New Franchisee Scheme 2.0) જાહેર કરવામાં આવી છે. જેમાં સુધારેલા ટ્રાફિક અને ડિસ્કાઉન્ટ માળખા સાથે ફ્રેન્ચાઇઝી કામગીરીને વધુ આકર્ષક અને વ્યવસાયિક રીતે
જૂનાગઢમાં ભારતીય ટપાલ વિભાગ દ્વારા નવી ફ્રેન્ચાઇઝી યોજના ૨.૦ શરૂ કરવામાં આવી


જુનાગઢ 6 ઓક્ટોબર (હિ.સ.), જૂનાગઢમાં ભારતીય ટપાલ વિભાગ દ્વારા નવી ફ્રેન્ચાઇઝી યોજના ૨.૦ (New Franchisee Scheme 2.0) જાહેર કરવામાં આવી છે. જેમાં સુધારેલા ટ્રાફિક અને ડિસ્કાઉન્ટ માળખા સાથે ફ્રેન્ચાઇઝી કામગીરીને વધુ આકર્ષક અને વ્યવસાયિક રીતે સક્ષમ બનાવવામાં આવી છે.

આ યોજના હેઠળ ઉદ્યોગ સાહસિકો, લોજિસ્ટિક્સ પાર્ટનર્સ, કુરિયર એજન્સીઓ, સ્ટેશનરી દુકાનદારો, સીએસસી ઓપરેટરો અને રિટેલ આઉટલેટસ ટપાલ વિભાગ સાથે જોડાઈને સ્પીડ પોસ્ટ તથા પાર્સલ સેવાઓ અર્બન અને સેમી અર્બન એટલે કે શહેરી અને અર્ધ શહેરી વિસ્તારોમાં સેવાઓ પૂરી પાડી શકે છે.

આ સેવામાં જોડાવાથી ભારતીય પોસ્ટ વિભાગના વિશાળ નેટવર્કમાં જોડાઈ શકાય છે. પાત્ર અરજદારોને વધારાની આવક મેળવવાની તક પ્રાપ્ત થાય છે. આ અંગે વધુ માહિતી મેળવવા માટે સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોસ્ટ ઓફિસ, જૂનાગઢ પોસ્ટ કચેરીનો સંપર્ક રૂબરૂ કરવાનો રહેશે. તેમ અધિક્ષક ડાકઘર, જૂનાગઢ પોસ્ટ વિભાગની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande