દારૂના રૂ. 1 કરોડના જથ્થાના કેસમાં આરોપી પાસા હેઠળ.
Gujarat, 01 નવેમ્બર (હિ.સ.)પોરબંદર જિલ્લામાં ગેરકાયદે ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરાફેરીના કેસમાં સંડોવાયેલા રાજસ્થાનના આરોપી સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.જિલ્લા મેજિસ્ટ્રેટના હુકમના આધારે આરોપી ગોપાલલાલ લાદુલાલ લોહા
દારૂના  રૂ. 1 કરોડના  જથ્થાના કેસમાં  આરોપી  પાસા  હેઠળ.


Gujarat, 01 નવેમ્બર (હિ.સ.)પોરબંદર જિલ્લામાં ગેરકાયદે ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરાફેરીના

કેસમાં સંડોવાયેલા રાજસ્થાનના આરોપી સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.જિલ્લા મેજિસ્ટ્રેટના હુકમના આધારે

આરોપી ગોપાલલાલ લાદુલાલ લોહાર (ઉં.વ. 42), રહે.જેતગઢ, બદનોર, તા. ભીલવાડા, રાજસ્થાનને અટકાયત કરીને અમદાવાદ જેલમાં મોકલી આપવામાં આવ્યો છે.

*25,560 બોટલ દારૂનોજથ્થો ઝડપાયો હતો*

નવી બંદર મરીન પોલીસ સ્ટેશનમાં

નોંધાયેલા ગુનામાં ભારતીય બનાવટના વિદેશી દારૂની વિવિધ બ્રાન્ડની કંપની સીલપેક 25,560 બોટલો, જેની કિંમત રૂ. 1,00,30,872 હતી, તે જથ્થાના કેસમાં આરોપી સંડોવાયેલો

હતો. આ કેસમાં પાસા હેઠળ અટકાયતની દરખાસ્ત

તૈયારકરીને જિલ્લા મેજિસ્ટ્રેટને મોકલવામાં

આવી હતી. મંજૂરી મળતાં આરોપીને અમદાવાદ જેલમાં મોકલવામાં આવ્યો હતો. જુનાગઢ રેન્જના

નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ

ચુડાસમા અને પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાની સૂચના અનુસાર LCBના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે. કાંબરીયાની ટીમે કાર્યવાહી કરી

હતી.કામગીરીમાં ASI રૂપલબેન લગધિર, હેડકોન્સ્ટેબલ નિપુલભાઈ ઝાલા, જીતુભાઈ દાસા, પોલીસ કોન્સ્ટેબલ અજયભાઈ ચૌહાણ તથા નવી બંદર અને બગવદર પોલીસ સ્ટેશનના કર્મચારીઓ જોડાયા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande