
પોરબંદર, 01 નવેમ્બર (હિ.સ.) : દિવાળીના તહેવારો નજીક આવતાં પોરબંદરના બજારોમાં વેપારની તૈયારીઓ શરૂ થઈ ગઈ
છે. તહેવારો દરમિયાન દુકાનોમાં સાફ-સફાઈ, ડેકોરેશન અને અન્ય કામગીરીને
કારણે વેપારીઓ તથા કર્મચારી ઓને મોડી રાત સુધી રોકાવું
પડતું હોય છે. ત્યારે વેપારીઓને કોઈ મુશ્કેલી
ન પડે અને તેઓ નિરાંતે તહેવારની તૈયારીઓ કરી
શકે તે માટે પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ
દ્વારા જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરવામાં આવી છે.
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના કારોબારી
સભ્ય અને પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના
ટ્રસ્ટી જીગ્નેશ કારીઆએ જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી છે
કે દિવાળીના તહેવારો દરમિયાન વેપારીઓ
પોતાની દુકાનોમાં સાફ-સફાઈ, રંગરોગાન અને ડેકોરેશન સહિતની કામગીરીમાં મોડી રાત સુધી
વ્યસ્ત રહેતા હોય છે. આ ઉપરાંત દુકાનોમાં કામ
કરતા કર્મચારીઓની પણ રાત્રિના સમયે અવરજવર રહેતી હોય છે. આવા સંજોગોમાં પોલીસ પેટ્રોલિંગ દરમિયાન વેપારીઓ અને તેમના કર્મચારીઓને રોકીને બિનજરૂરી પૂછપરછકે હેરાનગતિ કરવામાં ન આવે તે માટે સંબંધિત પોલીસ
કર્મચારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.
જીગ્નેશ કારીઆએ જણાવ્યું હતું કે દર
વર્ષે દિવાળીના તહેવારો દરમિયાન વેપારીઓની સુવિધા માટે પોલીસ તંત્ર સમક્ષ આવી
રજૂઆત કરવામાં આવે છે. અગાઉ પણ પોલીસ તંત્ર
દ્વારા હકારાત્મક અભિગમ અપનાવી વેપારીઓને સહકાર આપવામાં આવતો હોવાનું
તેમણે જણાવ્યું હતું.આ વર્ષે પણ વેપારીઓને
વેપાર-ધંધામાં સરળતા રહે અને તહેવારોની તૈયારીઓ
દરમિયાનકોઈ અડચણ ઊભી ન થાય તે હેતુથી રજૂઆત કરવામાં આવી છે.
દિવાળીનો તહેવાર વેપારીઓ માટે વર્ષનો મહત્ત્વપૂર્ણ વેપારી સમયગાળો ગણાય છે. આ દિવસોમાં બજારોમાં ગ્રાહકોની અવરજવર વધવાની સાથે વેપારની ગતિવિધિઓ પણ મોડીરાત સુધી ચાલુ રહેતી હોય છે.
ત્યારે વેપારીઓ અને કર્મચારીઓને કોઈ મુશ્કેલી ન પડે તે
માટે પોલીસ તંત્ર દ્વારા જરૂરી સૂચનાઓ આપવામાં આવે
અને પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સહકાર
આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. પોલીસ તંત્રના સહયોગથી વેપારીઓ દિવાળીના
તહેવારો દરમિયાન સરળતાથી વેપાર કરી શકે અને
શહેરમાં શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તેવી
વેપારી આલમે આશા વ્યક્ત કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya