બંગાળની ખાડીમાં વાવાઝોડાનું એલર્ટ, ઉત્તર-પશ્ચિમ ભારતમાં વરસાદની શક્યતા
નવી દિલ્હી, 13 નવેમ્બર (હિ.સ.). દેશભરમાં બદલાતા હવામાનને કારણે એક તરફ જ્યાં જુદા જુદા વિસ્તારોમાં તેજ પવનો સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે, તો બીજી તરફ દિલ્હી-એનસીઆરમાં દિવસેને દિવસે ધુમ્મસ અને કોહરો વધવાનું અનુમાન છે. આ સિવાય મધ્ય બંગાળની
પ્રતીકાત્મક


નવી દિલ્હી, 13 નવેમ્બર (હિ.સ.). દેશભરમાં બદલાતા હવામાનને કારણે એક તરફ જ્યાં જુદા જુદા વિસ્તારોમાં તેજ પવનો સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે, તો બીજી તરફ દિલ્હી-એનસીઆરમાં દિવસેને દિવસે ધુમ્મસ અને કોહરો વધવાનું અનુમાન છે. આ સિવાય મધ્ય બંગાળની ખાડી પર સર્જાયેલું દબાણનું ક્ષેત્ર એક 'ચક્રવાતી વાવાઝોડા'માં ફેરવાઈને વધુ તીવ્ર બનવાની પ્રબળ શક્યતા છે.

ભારત હવામાન વિજ્ઞાન વિભાગ (આઈએમડી) મુજબ દિલ્હી-એનસીઆરમાં શનિવારે વાદળો છવાયેલા રહેવાની શક્યતા છે. સવારના સમયે મોટાભાગના સ્થળોએ હળવો કોહરો રહેવાની શક્યતા છે. અહીંનું મહત્તમ તાપમાન 27-29 ડિગ્રી સેલ્સિયસ અને ન્યૂનતમ તાપમાન 16-18 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહી શકે છે.

રવિવારે વાદળો છવાયેલા રહેવાની શક્યતા છે. સવારે ધુમ્મસ રહેવાની સાથે સાથે, બપોર પહેલાં કેટલાક જુદા જુદા સ્થળોએ ખૂબ હળવો વરસાદ થવાનું અનુમાન છે. આ દિવસનું મહત્તમ તાપમાન પણ 26-28 ડિગ્રી સેલ્સિયસ અને ન્યૂનતમ તાપમાન 15-17 ડિગ્રી સેલ્સિયસ સુધી રહેવાની શક્યતા છે. જ્યારે, સોમવારે આકાશ મુખ્યત્વે સ્વચ્છ રહેવાની અને સવારના સમયે હળવો કોહરો છવાવાની શક્યતા છે.

આઈએમડી અનુસાર દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડી પર સર્જાયેલું હળવા દબાણનું ક્ષેત્ર 14 નવેમ્બરે 'સુસ્પષ્ટ હળવા દબાણ'માં બદલાઈ શકે છે. ત્યારબાદ તે ઉત્તર-ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધવાની અને 16 નવેમ્બરની સાંજની આસપાસ મધ્ય બંગાળની ખાડી પર એક 'ચક્રવાતી વાવાઝોડા'માં વધુ તીવ્ર બનવાની પ્રબળ શક્યતા છે. રવિવારે ઉત્તર-પશ્ચિમ ભારત પર એક નવા પશ્ચિમી વિક્ષોભની અસર શરૂ થવાની શક્યતા છે. ઉત્તર-પશ્ચિમ ભારતના હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં જમ્મુ-કાશ્મીર વિસ્તારમાં આગામી બે દિવસ સુધી હળવો વરસાદ થવાનું અનુમાન છે.

14 નવેમ્બર દરમિયાન હરિયાણા, ચંદીગઢ, દિલ્હી અને પંજાબમાં, 14-15 નવેમ્બરે પશ્ચિમી રાજસ્થાન અને પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં તથા 15 નવેમ્બરે પૂર્વી રાજસ્થાનમાં ક્યાંક-ક્યાંક હળવો વરસાદ થવાની શક્યતા છે. 14 નવેમ્બરે જમ્મુ-કાશ્મીર વિસ્તારમાં અને 14-15 નવેમ્બરે પશ્ચિમી રાજસ્થાનમાં 40-60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તેજ પવનો ફૂંકાઈ શકે છે. 14-19 નવેમ્બર દરમિયાન અંદમાન અને નિકોબાર દ્વીપસમૂહમાં વ્યાપક વરસાદ તથા 14-16 નવેમ્બર વચ્ચે ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. 18-19 નવેમ્બર દરમિયાન ગંગાના મેદાની પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં કેટલાક સ્થળો પર વરસાદ તથા ઓડિશામાં ભારે વરસાદ થવાની શક્યતા છે. 14-17 નવેમ્બર દરમિયાન અંદમાન અને નિકોબાર દ્વીપસમૂહમાં વાવાઝોડા સાથે 40-60 કિમી પ્રતિ કલાકની ઝડપે તેજ પવનો ફૂંકાઈ શકે છે.

દક્ષિણ દ્વીપકલ્પીય ભારતના લક્ષદ્વીપ, કેરળ, માહે, તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ અને તટીય આંધ્ર પ્રદેશના ઘણા વિસ્તારોમાં 14-19 નવેમ્બર દરમિયાન વરસાદની ગતિવિધિઓ જોવા મળશે. જ્યારે, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં રવિવારે તથા 16-19 નવેમ્બર દરમિયાન કેરળ અને માહેમાં વ્યાપકપણે ભારે વરસાદ થવાની શક્યતા છે. આ સિવાય, તટીય આંધ્ર પ્રદેશ અને યનમમાં કેટલાક સ્થળોએ 18-19 નવેમ્બરે ભારે વરસાદ થવાની શક્યતા છે.

હિન્દુસ્થાન સમાચાર / શ્રદ્ધા દ્વિવેદી / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande