પોરબંદર નજીક ધરમપુર-વનાણા બ્રિજ પાસેથી હથિયાર સાથે શખસ ઝડપાયો
પોરબંદર, 14 નવેમ્બર (હિ.સ.) : પોરબંદરના ધરમપુર-વનાણા વચ્ચે બ્રીજ નીચેથી દેશી તમંચા સાથે નાની લાખાણીનો શખસ ઝડપાયો હતો. પોરબંદર લોકલ ક્રાઈમ બ્રાન્ચે કાર્યવાહી કરી હતી. તે જામનગરના દારૂના ગુન્હામાં અને રાજકોટના હથિયારધારાના ગુન્હામાં વોન્ટેડ હોવાનું
ધરમપુર  ગામ નજીક દેશી  તમંચા  સાથે  એક શખ્સ ઝડપાયો.


પોરબંદર, 14 નવેમ્બર (હિ.સ.) : પોરબંદરના ધરમપુર-વનાણા વચ્ચે બ્રીજ નીચેથી દેશી તમંચા સાથે નાની લાખાણીનો શખસ ઝડપાયો હતો. પોરબંદર લોકલ ક્રાઈમ બ્રાન્ચે કાર્યવાહી કરી હતી. તે જામનગરના દારૂના ગુન્હામાં અને રાજકોટના હથિયારધારાના ગુન્હામાં વોન્ટેડ હોવાનું બહાર આવ્યુ છે.

જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા પોરબંદર જિલ્લામાં ગેરકાયદેસર હથિયારના કેસો શોધી કાઢવા વખતોવખત કરેલ સુચના અનુસંધાને એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર આર.કે.કાંબરીયાના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન એ.એસ.આઈ. ઉદયભાઈ વરૂ તથા હેડ કોન્સ્ટેબલ વીરેન્દ્રસિંહ પરમાર તથા પોલીસ કોન્સ્ટેબલ નટવરભાઈ ઓડેદરાને મળેલ હકીકતના આધારે પોરબંદરથી રાણાવાવ જતા રસ્તે ટોલનાકા બાદ આવેલા પહેલા બ્રીજ નીચે સર્વિસ રોડ ઉપરથી નાની લાખાણી ગામના શંકર મંદિર સામે રહેતા આરોપી વિશ્વરાજસિંહ જગદીશસિંહ જાડેજા ઉ.વ. ૨૩ને આધાર પરવાના વગર પોતાના કબ્જામાં ચાલુ હાલતનો દેશી બનાવટના તમંચો નંગ -1 (અગ્નિશસ્ત્ર) સાથે મળી આવતા દેશી બનાવટનો તમંચો કબ્જે કરી આરોપી વિરૂધ્ધ રાણાવાવ પોલીસ સ્ટેશનમાં હથીયારધારાની કલમ મુજબ ગુન્હો રજીસ્ટર કરવામાં આવેલ છે તેમજ ઉપરોકત આરોપી જામનગર પંચકોષી એ -ડીવીઝન પોલીસ સ્ટેશનના ઇંગ્લીશ દારૂના ગુન્હામાં બે વર્ષથી લાલશાહીથી નાસતો ફરતો હોય તથા રાજકોટ શહેર ડી.સી.બી. પોલીસ સ્ટેશનના હથિયારધારાના ગુન્હામાં છેલ્લા કેટલાક મહિનાઓથી પકડવાનો બાકી હોય જે બાબતે લગત પોલીસ સ્ટેશનમાં જાણ કરવા તજવીજ કરવામાં આવેલ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande