પાટણના ડૉ. જય ધ્રુવના ‘ઇન્ટરેક્ટિવ રિલેક્સેશન પોડ’ને યુરોપિયન યુનિયનના 27 દેશોમાં બૌદ્ધિક સંપદા સુરક્ષા મળી
પાટણ, 14 નવેમ્બર (હિ.સ.) : પાટણના સંશોધક, શિક્ષણવિદ્ અને ઇનોવેટર ડૉ. જય ધ્રુવ માટે ગૌરવપૂર્ણ સિદ્ધિ સામે આવી છે. તેમના દ્વારા વિકસાવવામાં આવેલા ‘ઇન્ટરેક્ટિવ રિલેક્સેશન પોડ’ને યુરોપિયન યુનિયનના 27 દેશોમાં બૌદ્ધિક સંપદા સુરક્ષા મળી છે. EUIPO દ્વારા એ
પાટણના ડૉ. જય ધ્રુવના ‘ઇન્ટરેક્ટિવ રિલેક્સેશન પોડ’ને યુરોપિયન યુનિયનના 27 દેશોમાં બૌદ્ધિક સંપદા સુરક્ષા મળી


પાટણના ડૉ. જય ધ્રુવના ‘ઇન્ટરેક્ટિવ રિલેક્સેશન પોડ’ને યુરોપિયન યુનિયનના 27 દેશોમાં બૌદ્ધિક સંપદા સુરક્ષા મળી


પાટણ, 14 નવેમ્બર (હિ.સ.) : પાટણના સંશોધક, શિક્ષણવિદ્ અને ઇનોવેટર ડૉ. જય ધ્રુવ માટે ગૌરવપૂર્ણ સિદ્ધિ સામે આવી છે. તેમના દ્વારા વિકસાવવામાં આવેલા ‘ઇન્ટરેક્ટિવ રિલેક્સેશન પોડ’ને યુરોપિયન યુનિયનના 27 દેશોમાં બૌદ્ધિક સંપદા સુરક્ષા મળી છે. EUIPO દ્વારા એક જ નોંધણી હેઠળ આ સુરક્ષા આપવામાં આવી છે. ભારત અને બ્રિટન બાદ આ નોંધણી થઈ છે.

EUIPOએ ડૉ. જય ધ્રુવની આ શોધને ‘બૂથ્સ’ (Booths) કેટેગરીમાં રજિસ્ટ્રેશન નંબર 015149688-0001 હેઠળ નોંધાવી સત્તાવાર પ્રકાશન કર્યું છે. આ નોંધણીથી યુરોપિયન યુનિયનના તમામ 27 સભ્ય દેશોમાં તેમની શોધને કાયદાકીય સુરક્ષા પ્રાપ્ત થઈ છે.

આ 27 દેશોમાં જર્મની, ફ્રાન્સ, ઇટાલી, સ્પેન, નેધરલેન્ડ્સ, બેલ્જિયમ, ઓસ્ટ્રિયા, સ્વીડન, ડેનમાર્ક, ફિનલેન્ડ, આયર્લેન્ડ, પોર્ટુગલ, પોલેન્ડ, ગ્રીસ, ચેકિયા, હંગેરી, રોમાનિયા, બલ્ગેરિયા, ક્રોએશિયા, સ્લોવાકિયા, સ્લોવેનિયા, લિથુઆનિયા, લાતવિયા, એસ્ટોનિયા, લક્ઝમબર્ગ, માલ્ટા અને સાયપ્રસનો સમાવેશ થાય છે. અગાઉ ભારત સરકારે પણ આ શોધ માટે તેમને પેટન્ટ આપી હતી, જ્યારે બ્રિટનમાં પણ તેમની ટેક્નોલોજીકલ ડિઝાઇનોની બૌદ્ધિક સંપદા નોંધણી થઈ છે.

બાળકો, વિદ્યાર્થીઓ અને યુવાનોમાં વધતા માનસિક તણાવ, ચિંતા અને એકાગ્રતાના અભાવને ધ્યાનમાં રાખીને ડૉ. જય ધ્રુવે આ પોડ વિકસાવ્યો છે. તેનો મુખ્ય હેતુ માનસિક સ્વાસ્થ્ય અને ભાવનાત્મક સુખાકારીને પ્રોત્સાહન આપવાનો છે. શિક્ષણ, સંશોધન, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને આધુનિક ટેક્નોલોજીના ક્ષેત્રે કાર્યરત ડૉ. ધ્રુવે જણાવ્યું કે ભારતના યુવાનો માત્ર વિશ્વની ટેક્નોલોજીનો ઉપયોગ જ નહીં, પરંતુ નવી ટેક્નોલોજીનું સર્જન પણ કરે તે તેમનું સ્વપ્ન છે.

તેમણે વધુમાં જણાવ્યું કે તેમની નવી શોધો ભારતની સંશોધન શક્તિને વિશ્વ સમક્ષ રજૂ કરવાનો પ્રયાસ છે. ભારત માત્ર ટેક્નોલોજીનું મોટું બજાર નહીં, પરંતુ વિશ્વને નવી દિશા આપતું ઇનોવેશન હબ બને તેવી તેમની આશા છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande