બીઓબીના રિકવરી મેનેજર સામે રૂ.51.50 લાખની છેતરપિંડીનો ગુનો, સેટલમેન્ટ બાદ પણ ફ્લેટ અન્યને વેચ્યાનો આરોપ
સુરત, 14 નવેમ્બર (હિ.સ.) : સુરતના ખટોદરા પોલીસ સ્ટેશનમાં બેંક ઓફ બરોડાના રિકવરી ચીફ મેનેજર સંજયકુમાર સિન્હા અને પરમાનંદ ગુદરમલ માલપાની સામે ₹51.50 લાખની છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાઈ છે. અલથાણમાં રહેતા વિશાખાબેન અશોકભાઈ ખાખોલીયાએ આ ફરિયા
Fraud Filed Against


સુરત, 14 નવેમ્બર (હિ.સ.) : સુરતના ખટોદરા પોલીસ સ્ટેશનમાં બેંક ઓફ બરોડાના રિકવરી ચીફ મેનેજર સંજયકુમાર સિન્હા અને પરમાનંદ ગુદરમલ માલપાની સામે ₹51.50 લાખની છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાઈ છે. અલથાણમાં રહેતા વિશાખાબેન અશોકભાઈ ખાખોલીયાએ આ ફરિયાદ નોંધાવી છે. તેમના પતિએ વર્ષ 2012માં મેસર્સ વોઈસ ઓફ ટ્રેડના નામે બેંકની ભટાર રોડ શાખામાંથી ₹1.15 કરોડની લોન લીધી હતી. આ લોન સામે પરવત પાટીયા સ્થિત ગુરુકૃપા કોમ્પ્લેક્સનો ફ્લેટ નંબર 303 ગીરો મૂકવામાં આવ્યો હતો.

લોનના હપ્તા ભરવામાં નિષ્ફળતા મળતાં બેંકે વર્ષ 2021માં ફ્લેટનો કબજો લીધો હતો. ત્યારબાદ વન ટાઈમ સેટલમેન્ટની પ્રક્રિયા હેઠળ ફરિયાદી પક્ષે ₹51.50 લાખની રકમ ચૂકવી હતી. બેંક દ્વારા આ રકમ સ્વીકાર્યા બાદ નો-ડ્યુ સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું અને મિલકતના મૂળ દસ્તાવેજો પણ પરત કરવામાં આવ્યા હતા. વધુમાં, 6 સપ્ટેમ્બર 2022ના રોજ ફ્લેટને ગીરો મુક્ત કરવાનો રિલીઝ દસ્તાવેજ પણ તૈયાર કરવામાં આવ્યો હતો.

ફરિયાદ મુજબ, મિલકતનું સેટલમેન્ટ પૂર્ણ થઈ ગયા બાદ પણ રિકવરી ચીફ મેનેજરે કથિત રીતે પરમાનંદ માલપાનીના હિતમાં 29 સપ્ટેમ્બર 2022ના રોજ એ જ ફ્લેટનું સેલ સર્ટિફિકેટ બનાવી આપ્યું હતું. આ રીતે સેટલમેન્ટની રકમ વસૂલ કર્યા બાદ મિલકત અન્ય વ્યક્તિને વેચી દેવામાં આવી હોવાનો આક્ષેપ છે. સમગ્ર મામલે ખટોદરા પોલીસે IPCની કલમ 406, 420 અને 114 હેઠળ ગુનો નોંધી PSI આર.જી. રાઓલ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande