દિવાળીના તહેવારોમાં પોરબંદર જિલ્લાનું પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર બરડા જંગલ સફારી પ્રવાસીઓથી હાઉસફુલ રહ્યું
પોરબંદર, 14 નવેમ્બર (હિ.સ.) : દિવાળીના તહેવારો દરમિયાન પોરબંદર જિલ્લાના પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર બરડા જંગલ સફારી પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. દિવાળીના વેકેશનમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ બરડા જંગલ સફારીની મુલાકાત લઈ પ્રક
દિવાળીના  તહેવારોમાં  બરડા  જંગલ સફારી   પ્રવાસીઓથી  હાઉસફુલ.

પોરબંદર, 14 નવેમ્બર (હિ.સ.) : દિવાળીના તહેવારો દરમિયાન પોરબંદર જિલ્લાના પ્રાકૃતિક

સૌંદર્યથી ભરપૂર બરડા જંગલ સફારી પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની છે.

દિવાળીના વેકેશનમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ બરડા જંગલ સફારીની મુલાકાત લઈ પ્રકૃતિ

અને વન્યજીવનનો આનંદ માણી રહ્યા છે. પ્રવાસીઓના ભારે ધસારાને પગલે સફારીમાં

ઉત્સાહભર્યો માહોલ જોવા મળી રહ્યો છે.

દરમિયાન આજે સફારી પ્રવાસ દરમિયાન પ્રવાસીઓને એકસાથે સાત

સિંહના ગ્રુપનું રોમાંચક દર્શન થયું હતું. જંગલના કુદરતી વાતાવરણમાં એકસાથે સાત

સિંહને નિહાળવાની તક મળતાં પ્રવાસીઓમાં ભારે ઉત્સાહ અને રોમાંચ જોવા મળ્યો હતો.

સિંહોના આ અદભુત દર્શન પ્રવાસીઓ માટે યાદગાર બની રહ્યા હતા. પ્રવાસીઓએ સિંહોના આ

દૃશ્યો પોતાના કેમેરામાં કેદ કરી આ અનોખી ક્ષણોને યાદગાર બનાવી હતી.દિવાળીની રજાઓમાં પરિવાર અને મિત્રો સાથે ફરવા નીકળેલા

પ્રવાસીઓ માટે બરડા જંગલ સફારી પ્રકૃતિની નજીક જવાનો અને વન્યજીવનને નિહાળવાનો

ઉત્તમ અનુભવ પૂરો પાડી રહી છે. ખાસ કરીને સિંહદર્શનની આશા સાથે આવતા પ્રવાસીઓ માટે

આજે સાત સિંહના ગ્રુપનું એકસાથે દર્શન વિશેષ આકર્ષણ બન્યું હતું.

આમ, દિવાળીના વેકેશન

દરમિયાન પ્રવાસીઓની વધતી સંખ્યા અને સિંહોના રોમાંચક દર્શનને કારણે બરડા જંગલ

સફારીનું પ્રવાસન આકર્ષણ વધુ વધ્યું છે. વન્યજીવન અને પ્રકૃતિપ્રેમીઓ માટે બરડા

જંગલ સફારી યાદગાર પ્રવાસન સ્થળ બની રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya

 rajesh pande