અરબી સમુદ્રમાં ફિશિંગ કરી રહેલી પોરબંદરની બોટને અજાણી શીપે ઠોકર મારી
પોરબંદર, 14 નવેમ્બર (હિ.સ.) : પોરબંદર નજીક અરબી સમુદ્રમાં 140 નોટીકલ માઇલ દૂર દરિયામાં ફિશિંગ કરી રહેલી એક બોટને અજાણી શીપે ઠોકર માર્યાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં બોટને ભારે નુકસાન થતા માછીમારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.મહત
સમુદ્રમાં  પોરબંદર  ની બોટ ને  શિપે ઠોકર મારી.


સમુદ્રમાં  પોરબંદર  ની બોટ ને  શિપે ઠોકર મારી.


પોરબંદર, 14 નવેમ્બર (હિ.સ.) : પોરબંદર નજીક અરબી સમુદ્રમાં 140 નોટીકલ માઇલ દૂર દરિયામાં ફિશિંગ કરી

રહેલી એક બોટને અજાણી શીપે ઠોકર માર્યાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં બોટને ભારે

નુકસાન થતા માછીમારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.મહત્વની બાબત એ હતી કે અકસ્માત

સર્જ્યો બાદ શીપના કેપ્ટને માનવતા નેવે મૂકીને ત્યાંથી નાશી છૂટતા સાગરપુત્રોમાં

રોષ જોવા મળ્યો હતો.આ ઘટનાપોરબંદરથી 140 નોટીકલ માઇલ દૂર

દરિયામાં માચ્છીમારી કરી રહેલી પોરબંદરની બોટ ‘શ્રી અંજલિ’ ને એક અજાણી શીપે ટક્કર

મારી હતી.ટક્કર એટલી જોરદાર હતી કે બોટમાં ભારે નુકસાની થઈ હતી.બોટનો કેટલોક ભાગ

તૂટી જતા બોટ માલિકને મોટું આર્થિક નુકસાન થયું છે.

આ બોટના માલિક દિનાબેન જાધ્વજી પોસ્તરિયા છે. આ બોટ ઉપર જ

તેમના પરિવારની રોજી-રોટી નિર્ભર છે.બોટને નુકસાન થતા માછીમાર પરિવારની રોજી-રોટી

ઉપર સીધી અસર પડી છે બોટમાં તિરાડો પડતા મોટુ નુકશાન થયુ હતુ. હવે માચ્છીમારી માટે

જવું પણ મુશ્કેલ બન્યું છે.ટક્કર માર્યા બાદ અજાણી શીપ ત્યાંથી નાસી છૂટી હતી.

શીપના કેપ્ટને માનવતા દાખવીને ઉભા રહેવાને બદલે ત્યાંથી ભાગી છૂટતા માચ્છીમારોમાં

નારાજગી ફેલાઈ છે. માચ્છીમારોની માંગ છે કે આ ઘટનાની તાત્કાલિક તપાસ કરવામાં આવે.

અજાણી શીપને શોધી કાઢીતેના વિરૂદ્ધ કડક

કાર્યવાહી કરવામાં આવે.આ ઉપરાંત બોટ માલિકને ન્યાય અને યોગ્ય વળતર અપાવવામાં આવે

તેવી પણ રજૂઆત કરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande