
મુંબઈ, નવી દિલ્હી, 19 નવેમ્બર (હિ.સ.) અભિનેત્રી આલિયા ભટ્ટ, 'આલ્ફા' પછી પણ એક્શન ફિલ્મોથી અંતર નહીં રાખે. હવે એક તાજેતરના ઇન્ટરવ્યુમાં આલિયાએ, ફિલ્મોના પ્રદર્શન અને મહિલા પ્રધાન વાર્તાઓ પસંદ કરવાના પોતાના નિર્ણય પર ખુલીને વાત કરી છે.
આલિયા ભટ્ટે, પોતાની કારકિર્દીમાં અનેક સફળ ફિલ્મો દ્વારા દર્શકો વચ્ચે ખાસ ઓળખ બનાવી છે. 'રાઝી' અને 'ગંગુબાઈ કાઠિયાવાડી' જેવી ફિલ્મોમાં તેના અભિનયના વખાણ થયા અને બોક્સ ઓફિસ પર પણ આ ફિલ્મોએ સારું પ્રદર્શન કર્યું. જોકે, તાજેતરની ફિલ્મો 'જીગરા' અને 'અલ્ફા'ની નિષ્ફળતા બાદ તેની કારકિર્દીને લઈને ચર્ચાઓ તેજ છે.
આલિયાનું કહેવું છે કે, કોઈ મહિલા પ્રધાન ફિલ્મ નિષ્ફળ જવાનો અર્થ એ નથી કે આવી વાર્તાઓ બનાવવાનું બંધ કરી દેવું જોઈએ. તેણે કહ્યું, જ્યારે કોઈ પુરુષ પ્રધાન ફિલ્મ ફ્લોપ થાય ત્યારે કોઈ એવું નથી કહેતું કે, આપણે પુરુષ-કેન્દ્રિત ફિલ્મો ન બનાવવી જોઈએ, તો પછી હું મહિલા પ્રધાન ફિલ્મો પસંદ કરવાનું કેમ બંધ કરું? અભિનેત્રીના જણાવ્યા અનુસાર, જોખમ લેવા પર નિષ્ફળતાનો ડર ચોક્કસ રહે છે, પરંતુ મોટી સફળતા મળવાની શક્યતા પણ એટલી જ હોય છે. તે આ પ્રકારની ફિલ્મોથી અંતર રાખવાના પક્ષમાં નથી.
કામની વાત કરીએ તો, આલિયા છેલ્લી વાર 'અલ્ફા'માં જોવા મળી હતી. જેમાં તેની સાથે શરવરી, અનિલ કપૂર અને બોબી દેઓલ પણ મહત્વની ભૂમિકામાં હતા. આશરે 100 થી 150 કરોડ રૂપિયાના બજેટમાં બનેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર લગભગ 98 કરોડ રૂપિયાનો વેપાર કર્યો. હવે આલિયા, સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'લવ એન્ડ વોર'માં રણબીર કપૂર અને વિક્કી કૌશલ સાથે જોવા મળશે. આ ફિલ્મ 21 જાન્યુઆરી 2027ના રોજ સિનેમાઘરોમાં રજૂ થવાની છે.
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / રામાનુજ શર્મા
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ