એન્ટી નાર્કોટિક્સ વિંગે શાહપુરમાંથી વટવાના શખ્સ પાસેથી 90 હજારનું એમડી ડ્રગ્સ ઝડપ્યું
અમદાવાદ,02 નવેમ્બર (હિ.સ.) દેશના ગૃહ મંત્રી અમિત શાહે 2027 માં દેશને નશા મુકત બનાનવાનું આહવાન આપ્યું છે ત્યાર ગુજરાતમાં રોજ ડ્રગ્સના સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા NDPS માટે એન્ટી નાર્કોટિક્સ વિંગ બનાવવામાં આવી છે. ત્
Anti-Narcotics Wing seizes MD drugs worth Rs 90,000 from a person from Shahpur


અમદાવાદ,02 નવેમ્બર (હિ.સ.) દેશના ગૃહ મંત્રી અમિત શાહે 2027 માં દેશને નશા મુકત બનાનવાનું આહવાન આપ્યું છે ત્યાર ગુજરાતમાં રોજ ડ્રગ્સના સમાચાર સામે આવી રહ્યા છે.

અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા NDPS માટે એન્ટી નાર્કોટિક્સ વિંગ બનાવવામાં આવી છે. ત્યારે સેક્ટર 1ની વિંગે શાહપુર વિસ્તારમાંથી 90 હજારના એમડી ડ્રગ્સ સાથે એક વટવા વિસ્તારનો રહેવાસી આરોપીની ધરપકડ કરી છે. આરોપી ડ્રગ્સના જથ્થાનું વેચાણ કરે તે અગાઉ તેની ધરપકડ કરવામાં આવી છે. શાહપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

ANWના પીઆઇ આર.એમ ચૌહાણ અને પીએસઆઇ એન.એસ સિંઘની ટીમને બાતમી મળી હતી. જેના આધારે શાહપુર વિસ્તારમાં આવેલી કલ્યાણી વાડના નાકા પાસેથી હમીદખાન પઠાણની ધરપકડ કરી છે. આરોપી વટવા વિસ્તારનો રહેવાસી છે. તેની તપાસ કરતા 9 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. પોલીસે 90.હજારના ડ્રગ્સ સહિત કુલ 1.10 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

ડ્રગ્સ ઈરફાન પાસેથી ખરીદ્યું હોવાની કબૂલાત

આરોપીની પૂછપરછમાં એમડી ડ્રગ્સની જથ્થો ઈરફાન ઉર્ફે સુલતાન મચ્છી પાસેથી ખરીદ્યું હોવાની કબૂલાત કરી છે. આરોપી આ ડ્રગ્સ કોને આપવાનો હતો અને અગાઉ ખરીદ્યો હતો કે કેમ તેની તપાસ કરાઈ રહી છે. હાલ આરોપી વિરુદ્ધ શાહપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande