વાકું ગામની સીમમાં સરકારી જમીન પરનું રૂ. 2.80 લાખનું દબાણ તંત્રએ હટાવ્યું, જમીનનો કબજો મેળવ્યો
કચ્છ, 02 નવેમ્બર (હિ.સ.) :કચ્છના અબડાસા તાલુકામાં સરકારી જમીનો પર થયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કાર્યવાહી અંતર્ગત વહીવટી તંત્ર દ્વારા વાકું ગામની સીમમાં આવેલી સરકારી જમીન પરનું વાણિજ્યિક દબાણ દૂર કરવામાં આવ્યું છે. કોઠારા-જખૌ રાજ્ય માર્ગ પર થયે
વાંકુ ખાતે દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરાઈ


વાંકુ ખાતે દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરાઈ


વાંકુ ખાતે દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરાઈ


વાંકુ ખાતે દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરાઈ


કચ્છ, 02 નવેમ્બર (હિ.સ.) :કચ્છના અબડાસા તાલુકામાં સરકારી જમીનો પર થયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કાર્યવાહી અંતર્ગત વહીવટી તંત્ર દ્વારા વાકું ગામની સીમમાં આવેલી સરકારી જમીન પરનું વાણિજ્યિક દબાણ દૂર કરવામાં આવ્યું છે. કોઠારા-જખૌ રાજ્ય માર્ગ પર થયેલી આ કાર્યવાહી દરમિયાન અંદાજે રૂ. 2.80 લાખની બજાર કિંમત ધરાવતી 70 ચોરસ મીટર જમીન દબાણમુક્ત કરાવી સરકાર હસ્તક લેવામાં આવી હતી.

મળતી વિગતો અનુસાર, અબડાસા તાલુકાના વાકું ગામની સીમમાં કોઠારા થી જખૌ તરફ જતા માર્ગ પર રાજ્ય માર્ગ અને મકાન વિભાગ, પેટાવિભાગ નલીયાના હસ્તકની જમીન આવેલી છે. આ જમીનના આશરે 70 ચોરસ મીટર વિસ્તારમાં ભરતસિંહ જાડેજા દ્વારા વાણિજ્યિક હેતુસર દબાણ કરવામાં આવ્યું હોવાનું તંત્રના ધ્યાન પર આવ્યું હતું. પેટાવિભાગ દ્વારા કરવામાં આવેલી ગણતરી મુજબ દબાણ હેઠળની જમીનની અંદાજિત બજાર કિંમત રૂ. 2,80,000 થાય છે.

આ મામલે સરકારી જમીન પરથી દબાણ દૂર કરવા માટે જિલ્લા કલેક્ટર તથા પ્રાંત અધિકારીના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી રાજ્ય માર્ગ અને મકાન વિભાગના પેટાવિભાગ નલીયાની ટીમ દ્વારા જખૌ પોલીસ સ્ટેશનની પોલીસ ટીમને સાથે રાખીને સ્થળ પર પહોંચવામાં આવ્યું હતું. પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

તંત્ર દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીમાં 70 ચોરસ મીટર જેટલી સરકારી જમીન પરથી વાણિજ્યિક દબાણ હટાવી લેવામાં આવ્યું હતું. ત્યારબાદ દબાણમુક્ત થયેલી જમીનનો કાયદેસર રીતે સરકાર પક્ષે કબજો પણ મેળવી લેવામાં આવ્યો હતો.

અબડાસા પંથકમાં સરકારી જમીનો પરના દબાણો દૂર કરવાની દિશામાં થયેલી આ કાર્યવાહીથી સરકારી મિલકતોનું રક્ષણ અને જાહેર માર્ગની આસપાસની જમીન પરના ગેરકાયદેસર કબજાઓ સામે વહીવટી તંત્રની સક્રિયતા સામે આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande