મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં દિલીપભાઈ સંઘાણીનો અભિવાદન અને સન્માન સમારોહ યોજાયો
વિશ્વના 108 દેશોનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા ICAના ડાયરેક્ટર પદે ઇફ્કો ચેરમેન દિલીપભાઈ સંઘાણી બહુમતીથી વિજેતા ગાંધીનગર, 02 નવેમ્બર (હિ.સ.) : ભારતીય સહકાર ચળવળના અગ્રણી અને ઇફ્કો (IFFCO)ના ચેરમેન દિલીપ સંઘાણી પનામા ખાતે યોજાયેલી ચૂંટણીમાં વિશ્વન
ગાંધીનગર ખાતે કાર્યક્રમ યોજાયો


ગાંધીનગર ખાતે કાર્યક્રમ યોજાયો


ગાંધીનગર ખાતે કાર્યક્રમ યોજાયો


- વિશ્વના 108 દેશોનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા ICAના ડાયરેક્ટર પદે ઇફ્કો ચેરમેન દિલીપભાઈ સંઘાણી બહુમતીથી વિજેતા

ગાંધીનગર, 02 નવેમ્બર (હિ.સ.) : ભારતીય સહકાર ચળવળના અગ્રણી અને ઇફ્કો (IFFCO)ના ચેરમેન દિલીપ સંઘાણી પનામા ખાતે યોજાયેલી ચૂંટણીમાં વિશ્વના ૧૦૮ દેશોનું પ્રતિનિધિત્વ કરતી પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય સહકારી સંસ્થા 'ઇન્ટરનેશનલ કોઓપરેટિવ એલાયન્સ' (ICA)ના ડાયરેક્ટર પદે ભારે બહુમતીથી ચૂંટાઈ આવ્યા છે. વૈશ્વિક ફલક પર ભારત અને ગુજરાતનું ગૌરવ વધારતી આ ઐતિહાસિક સિદ્ધિ બદલ અડાલજ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં તેમનો ભવ્ય અભિવાદન અને સન્માન સમારોહ યોજાયો હતો.

આ ગૌરવપૂર્ણ પ્રસંગે, સંબોધન કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સબળ નેતૃત્વમાં વૈશ્વિક સ્તરે નિર્માણ પામેલા અનુકૂળ વાતાવરણના પરિણામે જ આજે ભારતીય નેતૃત્વને આંતરરાષ્ટ્રીય મંચ પર આવી ઐતિહાસિક સફળતાઓ મળી રહી છે. તેમણે વર્ષ ૧૯૭૮થી ૨૦૨૬ સુધીની દિલીપભાઈ સંઘાણીની પાંચ દાયકા લાંબી સમાજ અને સહકાર ક્ષેત્રની સમર્પિત સેવાયાત્રાને બિરદાવી હતી. વધુમાં, તેમના ૪૨ સભ્યોના સંયુક્ત પરિવારની 'વસુધૈવ કુટુંબકમ્'ની પ્રાચીન ભારતીય ભાવનાની પ્રશંસા કરતા મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, છેલ્લા ચાર વર્ષમાં ઇફ્કો (IFFCO) દ્વારા નોંધાવવામાં આવેલી અભૂતપૂર્વ પ્રગતિ અને સફળતાએ દિલીપભાઈની કાર્યકુશળતા અને ઉત્કૃષ્ટ વહીવટી ક્ષમતાનું પ્રત્યક્ષ પરિણામ છે અને તમામ ગુજરાતીઓ માટે ગૌરવની ક્ષણ છે.

આ ભવ્ય સમારોહમાં રાજકીય, સહકારી અને વ્યાપારિક ક્ષેત્રના અનેક દિગ્ગજ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં રાજકોટના સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા, અગ્રણી જગદીશભાઈ વિશ્વકર્મા, પૂર્વ કે.સી.એમ. અને અન્નપૂર્ણા ધામના પ્રમુખ નરહરીભાઈ અમીન, પૂર્વ મંત્રી વલ્લભભાઈ કાકડીયા તેમજ અગ્રણી પ્રશાંત કોરાટ વિશેષરૂપે ઉપસ્થિત રહ્યા હતા તેમજ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI), અમદાવાદ બિલ્ડર એસોસિએશન (ABA), સમસ્ત પાટીદાર સમાજ અને ‘ધ ડાયસ્ટફ્સ એસોસિએશન’ સહિત વિવિધ સહકારી અને સામાજિક સંસ્થાઓના અગ્રણીઓ તેમજ મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને દિલીપભાઈ સંઘાણીને આંતરરાષ્ટ્રીય સ્તરે મળેલી આ ભવ્ય સફળતા બદલ હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande